અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપર આવનાર જામનગર એક્સપ્રેસ ટ્રેનમાં વિદેશી દારૂનો જથ્થો લઇ એક ઇસમ આવી રહ્યો છે જેવી બાતમીના આધારે રેલ્વે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન જામનગર એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરી જતા બાતમી વાળા ઈસમને અટકાવી તેની તપાસ કરતા તેના પાસેથી વિદેશી દારૂની ૪૮ નંગ બોટલ મળી કુલ ૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વરના આંબા વાડી અંબે માતાજીના મંદિર પાસે રહેતો બુટલેગર લખન હીરાસિંગ સરદારજીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે
જયારે ગોવાથી કોચ્ચીવલી એક્સપ્રેસ ટ્રેનમાં એક ઇસમ વિદેશી દારૂ લઇ આવી રહ્યો છે જેવી બાતમીના આધારે ભરૂચ રેલ્વે પોલીસ ટ્રેનમાં વોચમાં હતી તે દરમિયાન અંકલેશ્વર-પાનોલી વચ્ચે કોચ્ચીવલી એક્સપ્રેસ ટ્રેનમાં બાતમી વાળા ઇસમની પાસે રહેલ બેગમાં તપાસ કરતા તેના પાસેથી વિદેશી દારૂની ૧૮ નંગ બોટલ કબજે કરી રાજકોટની લક્ષ્મી સોસાયટીમાં રહેતો નઈમ રઝાક સમાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. તો આવી જ રીતે રેલ્વે પોલીસે કોચ્ચીવલી એક્સપ્રેસ ટ્રેનમાંથી મળી કુલ ૧૪ હજારથી વધુના મુદ્દામાલ સાથે મહિલા સહીત સાત ઈસમો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.