ચાઈનીઝ દોરી વેચનારા પર તવાઈ:પ્રતિબંધિત દોરી વેચતા વેપારીઓ સામે ભરૂચ પોલીસે કાર્યવાહી કરી, ચાર શખ્સો ઝડપાયા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

ભરૂચ જીલ્લા પોલીસે અલગ અલગ ચાર સ્થળોએથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ચાર વેપારીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભરૂચ જીલ્લામાં ઉત્તરાયણ પર્વમાં પતંગ બજારમાં લોકો અને પક્ષીઓ માટે પ્રાણઘાતક પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ સામે જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલે કડક કાર્યવાહી સુચના આપી છે. જેને લઇ પોલીસ વિભાગ એકશનમાં આવી ગયો છે. પોલીસ દ્વારા વિવિધ પતંગ સ્ટોલમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ એસ.ઓ.જી.પોલીસે બાતમીના આધારે ભરૂચના જયોતિ નગર સ્થિત મહાદેવ મંદિર પાસે આવેલ પતંગના સ્ટોલમાં તપાસ કરતા તેમાંથી પ્રતિબંધિત 6 નંગ ફિરકા મળી આવ્યા હતા. પોલીસે ૩ હજારનો મુદ્દામાલ કબજે કરી મહાદેવ નગરમાં રહેતો મહેશ ઉર્ફે કાલુ દિલીપ પટણીની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

જયારે આવી જ રીતે સી ડીવીઝન પોલીસે તુલસીધામ ત્રણ રસ્તા પાસે આવેલ બાઈક ઉપર ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ચાઇનીઝ દોરીની 6 નંગ બોબીન મળી 2 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ દેવભૂમિ સોસાયટીમાં રહેતા હરિઓમ ઉર્ફે હરી કમલેશ માછીને ઝડપી પાડ્યો હતો તો નવજીવન સ્કુલ પાછળ ઝૂપડ પટ્ટીમાં ગલ્લામાંથી 4 નંગ બોબીન સાથે સંજય ડાહ્યા પટેલને ઝડપી પાડ્યો હતો. તો જંબુસરના કારેલી ગામના ડભાસીયાવાડમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 6 નંગ રીલ સાથે સંજય ઉર્ફે કોયો બાબર ફુલમાળીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...