તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનાવણી:ભરૂચ પોલીસે પાલિકા પ્રમુખના જાતિના પ્રમાણપત્રના મુદ્દે કોર્ટ પાસે મુદત માગી

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આગામી 6 સપ્ટેમ્બરે પોલીસની સી.સમરીના રિપોર્ટની સુનાવણી

ભરૂચ પાલિકાના પ્રમુખ અમિત ચાવડાના સટીફિકેટના પ્રમાણપત્ર મુદ્દે પોલીસે કરેલા સી.સમરીના રિપોર્ટમાં એ ડિવિઝનના પીઆઈ એ.કે.ભરવાડે મુદત માંગી હોવાથી સી.સમરીના રિપોર્ટની સુનાવણી 6 સપ્ટેમ્બરે ભરૂચની કોર્ટમાં થનાર છે. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત શિવલાલ ચાવડાના જાતિના પ્રમાણપત્ર મુદ્દે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેના પગલે ભરૂચના એક ફરિયાદી દિનેશ ખુમાણે જાતિના પ્રમાણપત્રમાં જેનો આધાર દર્શાવવામાં આવ્યો છે તે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં હિન્દુ દરજી દર્શાવેલ હોય જેના કારણે તેઓએ ગંભીર આક્ષેપ કરતા સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યા હતો.

આ સંદર્ભે કોર્ટે પણ પુરાવાને ધ્યાને રાખી સમગ્ર પ્રકરણમાં તપાસ કરી 30 દિવસમાં રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા આદેશ આપ્યા હતા.પરંતુ પોલીસે જે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો હતો તેના બદલે અન્ય વિભાગમાં રિપોર્ટ રજુ કરતા સમગ્ર પ્રકરણમાં વધુ વિવાદિત બન્યું હતું.પોલીસે સી. સમરીનો રિપોર્ટ કર્યો હોવાની કબુલાત કરતા સી.સમરીની સુનાવણી 2 સપ્ટેમ્બરે થનાર હતી. પરંતુ સમગ્ર પ્રકરણમાં એ ડિવિઝન પીઆઈ એ. કે.ભરવાડે હાજર થઈ વધુ મુદતની માગણી કરતા પોલીસના સી.સમરીની સુનાવણી હવે આગામી 6 સપ્ટેમ્બરે થનારી છે.

અન્ય સમાચારો પણ છે...