ભરૂચના એક સિનિયર સિટીઝનના ખાતામાંથી ગઠિયાઓએ 3.77 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધાં હતાં. ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમના કેસોની સંખ્યા વધી રહી છે. તેમાંય એટીએમ ફ્રોડ, લોન-લોટરી ફ્રોડ સહિત અન્ય છેતરપિંડીના નુસખા અજમાવી ગઠિયાઓ લોકોને છેતરી રહ્યાં છે. જેના પગલે એસપી ડો. લીના પાટીલે આ પ્રકારના ગુનાઓમાં ભોગ બનનારાઓને મદદરૂપ થવા માટે અને વહેલી તકે તેમના રુપિયા પરત મળે તે માટેના પ્રયાસ કરવા સુચના આપી છે.
ત્યારે ભરૂચની એક વૃદ્ધા પેન્શનની રકમથી પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહી હતી. અરસામાં કોઇ ગઠિયાએ તેમને ભોળવી તેમના પેન્શનના ખાતામાંથી 3.77 લાખ રૂપિયા ટ્રાન્સ્ફર કરાવી લીધાં હતાં. દરમિયાનમાં ભરૂચ સાયબર ક્રાઇમની ટીમને ઘટનાની જાણ થતાં તેમણે ટેક્નિકલ એનાલીસીસ કરી ઠગાઇનો ભોગ બનનારી વૃદ્ધાના એકાઉન્ટમાં 3.29 લાખ રૂપિયા પરત કરાવી આપ્યાં હતાં
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.