ભરૂચ શહેરના ભઠીયારવાડ વિસ્તારમાં આવેલ કુંજરી ગલીથી બી ડીવીઝન પોલીસે 300 કિલો ગૌમાંસના જથ્થા સાથે બે કસાઈઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ શહેરના ભઠીયારવાડ વિસ્તારમાં આવેલ કુંજરી ગલીમાં જુનેદ કાલુ કુરેશી અને ઇલ્યાસ મજીદ કુરેશી ગાયની કતલ કરી રહ્યા છે. જેવી બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે દરોડા પાડયા હતા. પોલીસે સ્થળ પરથી કાળા અને સફેદ કલરની ગાય ઊંઘા અવસ્થામાં પડી હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે સ્થળ પરથી 300 કિલો ગૌ માસ કબજે કર્યું હતું અને ગૌ માંસ કાપવાની 1 છરી, સળીયો તેમજ કુહાળી કબજે કરી બે કસાઈઓ જુનેદ કાલુ કુરેશી અને ઇલ્યાસ મજીદ કુરેશીને ઝડપી પાડી પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ અને પશુ ધાતકીપણાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.