જુગારધામ પર દરોડા:ભરૂચ પોલીસે ત્રણ અલગ અલગ સ્થળોએથી જૂગાર રમતા 13 ખેલીઓને ઝડપ્યા, 1.53 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 જુગારીઓ પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયા

ભરૂચ જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળોએથી જૂગાર રમતા 13 જુગારીયાઓને પોલીસે ઝડપી પાડ્યાં છે. જ્યારે 6 જુગારીઓ પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયા છે. પોલીસે ફરાર જુગારીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં છે.

ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે દાંડિયા બજાર વિસ્તારના જમાદાર ટ્રાન્સપોર્ટ પાછળ ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે જુગારીયાઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી જુગારના સાધનો, ત્રણ મોબાઈલ ફોન સહીત રોકડ મળી કુલ રૂ. 17 હજારથી વધુના મુદ્દામાલ સાથે સાત જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા.

આવી જ રીતે પોલીસે નેત્રંગના ઝરણાવાડી ગામમાંથી જુગાર રમતા 5 જુગારિયાઓને ઝડપી પાડયા હતા જ્યારે 6 જુગારિયાઓ ફરાર થઇ ગયા હતા. પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો, 5 મોબાઈલ ફોન, 4 મોટર સાયકલ મળી કુલ રૂ. 1.53 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ ઉપરાંત ઝઘડિયા તાલુકાના બિલવાડા ગામે જુગાર રમાડતા એક જુગારીયાને 2 મોબાઈલ ફોન સહીત કુલ રૂ. 2 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આમ પોલીસે ત્રણ અલગ અલગ સ્થળોએથી 1.53 લાખથી વધુના મુદ્દામાલ સાથે 13 જુગારીયાઓને ઝડપી પાડી 6 ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...