તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભરુચ પોલીસે અલગ-અલગ બે સ્થળેથી જુગાર રમતા 10 શકુનીઓને રૂપિયા 1.37 લાખના મુદ્દમાલ સાથે ઝડપી પાડ્યા

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘાણીખુટ ગામમાંથી અને મકતમપૂર વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયા

ભરુચ જિલ્લમાં દારુ અને જુગારના બનાવો દિન-પ્રતિદિન વધતા જાય છે. જુગારીઓને જાણે કે કાયદાનો ડર જ ના હોય તેમ બેફામ બનીને ખુલ્લેઆમ જુગાર રમતાં હોય છે. જ્યારે પોલીસ પણ આવા તત્વોને ભાન કરાવવા ખડેપગે છે. ત્યારે ભરુચ પોલીસે અલગ અલગ બે સ્થળેથી જુગાર રમતા 10 જુગારીયાઓને રૂપિયા 1.37 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

નેત્રંગ પોલીસ મથક્નો સ્ટાફ પ્રોહિબિશન જુગારના પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમીના આધારે ઘાણીખુટ ગામની નવીવસાહત ફળીયામાં આવેલા આંબા વાડીયામાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 11 હજાર, ત્રણ બાઇક અને બે મોટર સાઇકલ મળી કુલ રુપિયા 82 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જુગાર રમતા ગામના મુખ્ય સૂત્રધાર રવજી વસાવા, મનુ વસાવા, નગીન વસાવા અને સંજય મંગાભાઇ વસાવાને ઝડપી પાડ્યા હતા.

આવી જ રીતે ભરુચ સી ડિવિઝન પોલીસે મકતમપૂર વિસ્તારમાં આવેલી નર્મદા દર્શન સોસાયટીના મકાન નંબર-બી-9માં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. જ્યાં પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 29 હજાર અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 55 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે જુગાર રમતા મુખ્ય સૂત્રધાર રાજેશ મહિજીભાઈ ગોહિલ, અમિત શાહ, ઈમરાન અબ્દુલ રસીદ મલેક અને રણજીત વસાવા તેમજ સલિમ હુશેન શેખને ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...