કામગીરી:ભરૂચ પોલીસે કટ્ટરપંથીઓની સિન્ડિકેટના પાંચ આરોપીઓને શોધવા 3 ટીમો બનાવી‎

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભરૂચ પોલીસે કટ્ટરપંથીઓની સિન્ડિકેટના અન્ય 5 આરોપીઓને શોધવા 3 ટીમો બનાવી‎

ભરૂચ જિલ્લાના આમોદના કાંકરિયા ગામના 37 પરિવારના 130 જેટલા આદિવાસીઓને મુસ્લિમ બનાવવાના ષડયંત્રમાં DYSP કક્ષાએ તપાસ ચાલી રહી છે. ધર્માંતરણમાં સંડોવાયેલા 9 આરોપીઓ પૈકી 4ને પોલીસની ટીમોએ ઝડપી પાડ્યાં છે. પોલીસે રિમાન્ડ માટે 5 પાનાનો રિપોર્ટ રજૂ કરતા કોર્ટે 4 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

ભરૂચ જિલ્લા પોલીસ વડા DSP રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ધર્માંતરણના સંવેદનશીલ અને ગંભીર મુદ્દે જણાવ્યું છે કે, ફક્ત ધર્માંતરણ જ હતું કે વિદેશથી ફંડ મોકલી દેશ વિરોધી અન્ય પ્રવૃત્તિ થઈ રહી હતી તેની પણ તપાસ થશે. આમોદના કાંકરિયા સિવાય આસપાસના ગામોમાં પણ ધર્માંતરણ થયું છે કે નહીં તેની તપાસ પણ થશે. સાથે જ હાલના 9 આરોપી સિવાય બીજા પણ અન્ય આરોપી છે કે નહીં તે તપાસનો હાલ વિષય છે.

આમોદ પોલીસ મથકે ગેરકાયદે રીતે હિન્દુ સમાજના ગરીબ વસાવા લોકોને ઘર, મકાન, રાશન, ધંધો-રોજગાર, શિક્ષણ, લગ્ન કરાવી આપવાની લાલચે મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા અંગેની નોંધાયેલી ફરિયાદમાં DYSP એમ.પી. ભોજાણીએ તપાસ હાથ ધરી છે.આ માટે 3 અલગ અલગ ટીમો બનાવાઈ છે. ધર્માંતરણમાં સામેલ 9 પૈકીના 4 આરોપીઓ અબ્દુલ અજીજ પટેલ, યુસુફ જીવણભાઈ પટેલ, ઐયુબ બરક્ત પટેલ અને ઇબ્રાહિમ પુના પટેલની ધરપકડ કરાઈ છે.લોભ લાલચમાં આવી પોતે અજિત, મહેન્દ્ર, રમણ અને જીતુમાંથી મુસ્લિમ બનેલા આ આરોપીઓએ અન્ય લોકોનું પણ ધર્માંતરણ કરાવી દીધું હતું.

પોલીસ આ અતિસંવેદનશીલ મુદ્દે ફક્ત ધર્માંતરણનો જ મનસૂબો હતો કે તેની પાછળ ઝેહાદ અને સ્લીપર સેલને સક્રિય કરવાનું કાવતરું હતું તે દિશામાં પણ તપાસ આગળ વધારી રહી છે. તપાસ અધિકારી DYSP એમ.પી. ભોજાણીએ ઝડપાયેલા 4 આરોપીને કોર્ટમાં રજૂ કરતા અદાલતે 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. રિમાન્ડ માટે પોલીસે વિદેશી ફંડ, ફંડ મેળવતી સંસ્થાઓ કે કોઈ ટ્રસ્ટ અસ્તિત્વ ધરાવે છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...