ભરૂચ જિલ્લા પોલીસે અત્યારસુધી અસામાજિક તત્વો સામે સૌથી મોટી કાર્યવાહી કરી છે. દારૂ, જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા 12 આરોપીને પાસા એક્ટ હેઠળ રાજ્યની અલગ-અલગ જેલના હવાલે કર્યા છે.
ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ દ્વારા રેન્જ IG સંદીપ સિંહના માર્ગદર્શન હેઠળ અસામાજીક પ્રવૃતિઓને નાબુદ કરવા દારૂ તેમજ જુગારની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા આરોપીઓ વિરૂધ્ધ તવાઈ બોલવાઈ હતી. ગુજરાત પ્રિવેન્સન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ PASA હેઠળ કાર્યવાહી કરવા સુચના અપાઈ હતી.જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલએ આગામી તહેવારોને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી જિલ્લામાં પ્રોહિબીશનની અસમાજીક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ આરોપીઓનું ખાનગી રાહે લીસ્ટ તૈયાર કરાવ્યું હતું. આવા અસામાજિક 12 તત્વો સામે PASA હેઠળ દરખાસ્તો તૈયાર કરાવી જિલ્લા મેજીસ્ટ્રેટને મંજુરી માટે મોકલી હતી.
જે મંજુર થતા LCB PI ઉત્સવ બારોટ દ્વારા પોલીસ સ્ટેશનોની અલગ અલગ ટીમો દ્વારા તમામ 12 પાસા અટકાયતીને ઝડપી પાડી જેલમાં મોકલી દેવાયા છે. જેમાં પાણેથાના રસિક વસાવા, દરિયાના જસ્ટિન વસાવા, સારંગપુરના મનીષ વસાવા, દહેગામના સતિષ પટેલ, જુના કાસીયાના અલ્પેશ પટેલ, તુલસીધામના ઋષભ વસાવા, જુના બોરભાઠા ગંગા વસાવા, દહેગામ ભીખા વસાવા, અશ્વિન વસાવા, સજોદ પ્રેગ્નેશ પટેલ, તેજસ પટેલ અને હાંસોટના જાવીદ શેખને પાસામાં ધકેલ્યા છે. આ અગાઉ 5 લોકોને પાસા કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.