નગરપાલિકાની ધક્કાગાડી:ભરૂચ પાલિકાની ડોર ટુ ડોર સેવાનો ટેમ્પો અધવચ્ચે જ ખોટકાતાં કામદારોને ધક્કા મારવાનો વારો

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આખરે ટેમ્પામાં સવાર મહિલા કામદાર અને ચાલકે ધક્કા લગાવ્યા

ભરૂચ નગર સેવા સદનની ડોર ટુ ડોર સેવાનો ટેમ્પો અધવચ્ચે જ ખોટકાતાં કામદારોએ જાહેર માર્ગ પર ધક્કો મારી ટેમ્પાને ચાલુ કરવાના પ્રયાસ કર્યા હતા.

ભરૂચ નગર સેવા સદનની ડોર ટુ ડોર સેવા સામે અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે આ સેવાના કોન્ટ્રાક્ટરની વધુ એક બેદરકારી સામે આવી છે. ડોર ટુ ડોર સેવાનો ટેમ્પો પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન કલેક્ટર કચેરી નજીક અચાનક જ ખોટકાયો હતો. ટેમ્પાના ચાલકે ટેમ્પો ચાલુ કરવા અથાગ પ્રયત્નો કર્યા હતા પરંતુ તેમાં નિષ્ફળ નિવડતાં આખરે ટેમ્પામાં સવાર મહિલા કામદાર અને ચાલકે ધક્કા લગાવ્યા હતા.

જાહેર માર્ગ પર જ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મળેલી ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભામાં પ્રમુખ અમિત ચાવડાએ ડોર ટુ ડોર સેવા વધુ અસરકારક બનાવવા અનેક જાહેરાત કરી હતી. પરંતુ આ સેવામાં મહત્વના એવા વાહનો જ ખખડધજ હોવાથી સેવા કઈ રીતે સુવ્યવસ્થિત ચાલી શકશે એના પર એક પ્રશ્નાર્થ છે.

અન્ય સમાચારો પણ છે...