આગ લાગે ત્યારે કૂવો ખોદવાની નીતિ:પ્રિ મોન્સૂન કામગીરીની વાતો કરતી ભરૂચ પાલિકાની પોલ ખૂલી; કર્મચારીઓ ચાલુ વરસાદે કામ કરતા નજરે ચઢ્યાં

ભરૂચ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલિકાના કર્મચારીઓની કામગીરીના કારણે વાહનચાલકોને તકલીફ પડી હતી - Divya Bhaskar
પાલિકાના કર્મચારીઓની કામગીરીના કારણે વાહનચાલકોને તકલીફ પડી હતી

ભરૂચ શહેરના નગરપાલિકા વિસ્તારમાં આવતા સેવાશ્રમ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ ચાલુ વરસાદે કામગીરી કરતા નજરે પડ્યા હતા. ગુજરાતમાં આગામી કેટલાક દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે ભરૂચ શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભરુચ નગરપાલિકાની કથળતી કામગીરીના કારણે લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે.

પૂર આવે અને પાળ બાંધવા જેવી સ્થિતિ ઊભી થઈ હતી
ભરુચ શહેરના નગરપાલિકા વિસ્તારમાં આવતા સેવાશ્રમ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા ત્યારે થોડા જ વરસાદમાં નગરપાલિકાની પોલ ખૂલી પડી હતી. પાલિકા દ્વારા અગાઉ પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી હતી છતાં પણ સ્થિતિ જેમની તેમ જ છે. જોઈ શકાય છે કે નગરપાલિકાના કર્મચારીઓ ચાલુ વરસાદમાં ભરાયેલ પાણીનો નિકાલ કરી રહ્યા છે. રસ્તાઓ પર પાણી વહેતું જોવા મળ્યું હતું ત્યારે અવર જવર કરનાર વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી હતી. પ્રિ મોન્સૂન કામગીરીની વાતો કરતાં ભરૂચ નગરપાલિકાની પોલ ખૂલી ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...