ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી ટુ વ્હીલર ચાલકોના જીવ બચાવી અને સલામતી બક્ષવા ભરૂચ પાલિકા દ્વારા ઉત્તરાયણ પર્વે તમામ શહેરીજનો માટે સીટી બસમાં નિઃશુલ્ક અને સલામત મુસાફરીની જાહેરાત કરી હતી. આજે સવારથી શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં સ્થાનિક ભરૂચના નગરજનોએ મફત મુસાફરી કરી હતી. ઉત્તરાયણ પર્વે ખરીદી, કામકાજ, મિત્રો, સગાસંબંધી, પર્વની ઉજવણી કરવા નીકળતા શહેરીજનોએ આ સુવિધા તેમજ સલામતી માટે સિટી બસમાં દિવસભર મફત મુસાફરી કરી હતી અને શહેરીજનોએ વધુમાં વધુ સિટીબસનો ઉપયોગ કર્યો હતો. મકરસંક્રાંતિએ વાહનચાલકો પતંગના જીવલેણ દોરા અને અકસ્માતનો ભોગ બન્યા વિના સલામતીથી પર્વની ઉજવણી કરી હતી અને લોકોની અવરજવર પણ વધી હતી. મોપેડ, બાઇક ઉપર જતા-આવતા વાહનચાલકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની નિઃશુલ્ક સર્વિસનો મહત્તમ લાભ લીધો હતો અને આ તહેવારની આનંદ ઉલ્લાસથી ઉજવણી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.