તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દબાણ:ભરુચ નગર પાલિકા દ્વારા સ્ટેશન રોડથી પાંચબત્તી સુધીના દબાણો દૂર કરવાની ઝુંબેસ હાથ ધરાઈ

ભરૂચ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્દિરા નગર પાસેના ફ્રૂટ માર્કેટને હંગામી ધોરણે પાર્કિંગ પ્લોટ ખાતે શિફ્ટ કરાયું

ભરુચ નગર પાલિકા દ્વારા શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ ઈન્દીરા નગર ફ્રૂટ માર્કેટથી પાંચબત્તી સુધીના દબાણો દૂર કરી ફ્રૂટ માર્કેટને હંગામી ધોરણે પાર્કિંગ પ્લોટ ખાતે શિફ્ટ કરવામાં આવ્યું છે.

ભરુચ શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન વધુને વધુ વિકટ બની રહી છે. શહેરના મુખ્ય માર્ગ પર સ્ટેશન રોડ ઉપર પાંચબત્તી સુધી 70થી વધુ લારી-ગલ્લાઓને પગલે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવો વારો આવી રહ્યો હતો. દર વખતે નગર પાલિકા દ્વારા દબાણ દૂર કરવાનું ઝ્ંબેસ પણ હાથ ધરાઈ હતી, પરંતુ દબાણ હટાવ્યાના 2-4 દિવસમાં પુનઃ લારી વાળાઓ પાછા રોડ પર અડીંગો જમાવી દેતા હોય છે.

આજે ભરુચ નગર પાલિકાના મુખ્ય અધિકારી સંજય સોની, પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ અને બૌડાની ટીમો દ્વારા કલેકટરની મંજૂરી બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાનું અભિયાન હાથ ધર્યું હતું અને ઇન્દિરા નગર ફ્રૂટ માર્કેટની તમામ ફ્રૂટની લારીઓને મુખ્ય માર્ગ પરથી સ્થળાંતર કરાવી હંગામી ધોરણે નજીકમાં આવેલ પાર્કિંગના પ્લોટ ખાતે ખસેડવામાં આવ્યું હતું જે બાદ નવું બની રહેલું હોકર્સ ઝોન આવનાર ત્રણ-ચાર મહિનામાં તૈયાર થઈ જાય તો ત્યાં કાયમી ધોરણે શિફ્ટ કરવામાં આવશે અને જે લારી ધારકોની નોંધણી કરવામાં આવી છે તેઓને જગ્યાની ફાળવણી કરવામાં આવશે. આમ નગર પાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર થતો ટ્રાફિક હળવો કરી વાહન ચાલકો અને રાહદારીઓને થતી મુશ્કેલીનું કાયમી ધોરણે નિરાકરણ કરવામાં આવશે..

અન્ય સમાચારો પણ છે...