તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ભરૂચ પાલિકાએ ત્રણ વર્ષ પૂર્વે હોકર્સ ઝોનની જાહેરાત કરી હતી, હવે 5 માસમાં તૈયાર થશે

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલી ફ્રૂટની લારીઓ માર્ગો ઉપર લગાવી દેવાતા ટ્રાફિકની સમસ્યા રહેતી હતી. જે તસવીરમાં નજરે પડે છે. - Divya Bhaskar
ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલી ફ્રૂટની લારીઓ માર્ગો ઉપર લગાવી દેવાતા ટ્રાફિકની સમસ્યા રહેતી હતી. જે તસવીરમાં નજરે પડે છે.
  • માર્ગે ઉપર દબાણ કરી ટ્રાફિકને નડતા લારી ધારકોને ખાલી પ્લોટમાં હંગામી ધોરણે ખસેડ્યાં
  • સ્ટેશન રોડ ઉપર આવેલા ફ્રૂટ માર્કેટ પાસે હોકર્સ ઝોન બનાવવા પાલિકાની કામગીરી

ભરૂચ શહેર જિલ્લામાં વાહનોની સંખ્યામાં વધારો થતા ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે. શહેરના સાંકડા માર્ગોના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.તેવા શહેરના સ્ટેશન રોડ ઉપર ઈન્દીરા નગર પાસે ફ્રૂટ માર્કેટ આવેલું છે,પરંતુ ફ્રૂટની લારીઓમાં પણ વધારો થતા તેઓ સાઈડ ઉપરથી જાહેર માર્ગો ઉપર પોતાની લારીઓ લઈને ઉભા રહે છે.જેના કારણે ખરીદી કરવા આવતા વ્યક્તિઓ પણ પોતાના વાહનો રોડ ઉપર જ ઉભા રાખીને ખરીદી કરતા હોય છે.જેના કારણે અન્ય ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને રાહદારીઓને પણ જવા આવવા માટે રોડ ઉપરથી પસાર થવું પડે છે.જે અંગેની ઘણી ફરિયાદો ભરૂચ નગરપાલિકાની કચેરી મળી હતી.

પાલિકાના મુખ્ય અધિકારી સંજય સોની અને તેમની ટીમ સાથે સોમવારે સવારે એ ડિવિઝન પોલીસ બંદોબસ્ત સાથે ઇન્દિરા નગર પહોંચીને તમામ ફ્રૂટની લારીઓને દરગાહની બાજુમાં આવેલા ખાલી પડી રહેલા પાર્કીંગ ઝોનમાં હંગામી ધોરણે ઉભી કરાવી જાહેર માર્ગને ક્લીન કરાવ્યો હતો.આગામી સમયમાં નગર સેવા સદન દ્વારા બનનારા હોકર્સ ઝોનમાં તેમને સીફ્ટ કરવામાં આવનાર છે.પાલિકા દ્વારા સોમવારે જાહેર રસ્તા ઉપર ઉભેલા ફ્રુટલારી ધારકોને માર્ગ પરથી ખાલી પ્લોટમાં ખસેડાતા વાહન ચાલકોએ રાહતનો દમ લીધો હતો.

હોકર્સ ઝોન માટેનો વર્ક ઓર્ડર ઇસ્યૂ કરાયો છે, જે બન્યા બાદ લારી ધારકોને ત્યાં ખસેડાશે
ભરૂચ શહેરના સ્ટેશન રોડ અને ફૂટપાથ ઉપર ફ્રૂટની લારીઓથી અવાર-નવાર ટ્રાફિકની સમસ્યાઓ ઉદભવતી હોવાની અનેક રજૂઆત અમારી પાસે આવી હતી.જેના આધારે અમે અમારી ટીમ અને પોલીસને સાથે રાખીને ફ્રૂટની લારી ધારકોને હંગામી ધોરણે ખાલી પડી રહેલા ફ્રી પાર્કિંગ ઝોનમાં ખસેડ્યા છે.ભરૂચ પાલિકા દ્વારા હોકર્સ ઝોન માટેનો વર્ક ઓર્ડર ઇસ્યુ કરાયો છે.ચારથી પાંચ મહિનામાં હોકર્સ ઝોનની કામગીરી પૂર્ણ કરાયા બાદ તેમને ત્યાં સીફ્ટ કરી દેવામાં આવનાર છે. > સંજય સોની,મુખ્ય અધિકારી,નગરપાલિકા,ભરૂચ.

પાંચ મહિના પહેલા લારી ધારકોએ હોકર્સ ઝોન માટે કલેક્ટર પાસે માંગણી કરી હતી
ગત જાન્યુઆરીમાં ભરૂચ પાલિકાએ મુખ્ય માર્ગને અડીને ઊભી કરેલી લારીઓને હટાવી હતી પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહિ કરાતા રોજગારી છીનવાઈ હતી.લારી ધારકોએ ક્લેક્ટરને રજૂઆત કરી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે હોકર્સ ઝોન ફાળવવાની માંગ કરી હતી.પરંતુ હોકર્સ ઝોનની કામગીરી બાકી હોય લારી ધારકો તેમના સ્થળे परપરત ઉભા રહી ગયા હતા.

શહેરના વિવિધ વિસ્તારોમાં હોકર્સ ઝોનની જાહેરાત કરી 50 લાખ ફાળવાયા હતા
ત્રણ વર્ષ પૂર્વે ટ્રાફિકની સમસ્યાના નિવારવા શહેરમાં નો હોકર્સ ઝોન જાહેર કરાયા હતા. જેમાં રેલવે સ્ટેશનથી પાંચબત્તી, પાંચબત્તીથી શકિતનાથ, શકિતનાથથી જેબી મોદી પાર્ક, તુલસીધામ શાકમાર્કેટ તથા જંબુસર ચોકડી વિસ્તારમાં શાકભાજી તથા ફળોની 400 કરતાં વધારે લારીઓ ઉભી રહેતી. આ લારી ધારકોને વ્યવસ્થિત રીતે ઉભી રાખવા માટે પાલિકાએ હોકર્સ ઝોન બનાવવાનું આયોજન કરી બજેટમાં 50 લાખની ફાળવણી પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...