તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભરૂચ પાલિકા દ્વારા આખરે રખડતાં ઢોરને પાંજરે પુરવાનું શરૂ કરાયું

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રખડતા પશુઓના કારણે રાહદારીઓ અને વાહનચાલકોની પરેશાનીઓ વધી ગઈ હતી

ભરૂચ પાલિકા દ્વારા આખરે રસ્તાઓ ઉપર રખડતા હરાયા પશુઓને ઢોર ડબ્બાના વાહનમાં પકડી પાંજરાપોળમાં મોકલવાની કામગીરી શરૂ કરાઈ છે. ચોમાસા સાથે જ ભરૂચ શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં રખડતા પશુઓના કારણે રાહદારીઓ અને વાહનચાલકોની પરેશાનીઓ વધી ગઈ હતી.

શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગો પર અડિંગો જમાવતા હરાયા ઢોરના કારણે ટ્રાફિકમાં અડચણ સાથે અકસ્માતનું જોખમ પણ શહેરીજનો પર વર્તાઈ રહ્યું હતું. આખલાઓ બાખડવાના વિવિધ વિસ્તારોમાં અનેક બનાવોને લઈ માર્ગો અને વિસ્તારોમાંથી રખડતા પશુઓને પકડી દૂર કરવા રજૂઆતો ઉઠી હતી. જેને લઈ પાલિકા દ્વારા બુધવારથી હરાયા ઢોરને પકડવાની ટીમ ઢોર ડબ્બા વાહન લઈ શહેરમાં ઉતરી હતી. વિવિધ સ્થળેથી રખડતા પશુઓને ઢોર ડબ્બાના વાહનમાં પુરી પાંજરાપોળમાં મોકલવામાં આવી રહ્યાં છે. જેને લઈ રાહદારીઓ અને વાહનચાલકો હાલ રાહત અનુભવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...