તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનાવણી:ભરૂચ નગર પાલિકાની કારોબારી કમિટી દ્વારા આકારણી અને હાઉસટેક્સને લગતી વાંધા અરજીઓની સુનાવણી હાથ ધરાઇ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના દરેક વોર્ડ પ્રમાણે 11 દિવસ સુધી સુનાવણી હાથ ધરાશે

ભરૂચ નગર પાલિકાની કારોબારી કમિટી દ્વારા આકારણી, હાઉસટેક્સ, ભોગવટો તેમજ બાંધકામ પ્રકારને લગતી વાંધા અરજીઓની સુનાવણી નગર પાલિકા ખાતે હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ મિલકતોના આકારણી, મિલકત વેરા, મિલકતના પ્રકાર, વિસ્તાર, ભોગવટા અને બાંધકામના પ્રકાર સામે આવેલી વાંધા જનક અરજીઓને સાંભળવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.

ભરૂચ શહેરના દરેક વોર્ડ પ્રમાણે 11 દિવસ સુધી નગર પાલિકા કારોબારી કમિટી દ્વારા મિલકત સંબધિત વાંધા અરજીઓની સુનાવણી હાથ ધરવામાં આવશે. ભરૂચ નગર પાલિકા કારોબારી અધ્યક્ષ નરેશભાઈ સુથારવાળાએ ભરૂચ શહેરની જનતાને નિયમિત ટેક્સભરે તેવી અપીલ કરતા જણાવ્યું હતું કે, જો કોઈને મિલકત સંબધિત વાંધો હોય અથવા મિલકત બંધનો લાભ લેવા ઇચ્છતા લોકોએ દસ્તાવેજી પુરાવા સહિત કારોબારી કમિટી નગર સેવા સદન ભરૂચને લેખિતમાં વાંધા અરજી રજૂ કરવાની રહેશે. સમયમર્યાદા બહાર મળેલી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં.

અન્ય સમાચારો પણ છે...