ભરૂચ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાનું રિઝલ્ટ જોવા નીચે સ્ક્રોલ કરો
ભરૂચ જિલ્લામાં પાલિકા-પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ભરૂચ જિલ્લા પંચાયત, ચાર નગરપાલિકા અને 9માંથી સાત તાલુકા પંચાયત ભાજપે કબજે કરી છે. નેત્રંગ અને આમોદ તાલુકા પંચાયતમાં અપક્ષ જેમની સાથે જાય તેની સત્તા આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠકમાંથી ભાજપને 27 બેઠક મળી છે તો કૉંગ્રેસના ઉમેદવારોનો આંક ચાર પર જ અટકી ગયો છે...તો અન્યના ફાળે 3 બેઠક આવી છે. જિલ્લાની અંકલેશ્વર, ભરૂચ, જંબુસર અને આમોદ નગરપાલિકામાં પણ કેસરિયો છવાયો છે.
નગરપાલિકામાં ભાજપના 1, જિલ્લા 1 અને તાલુકા પંચાયતના 1 ઉમેદવાર બિન હરિફ જાહેર થયેલા છે. ત્યારે મતગણતરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન મતગણતરી સ્થળ પર વીજળી ડુલ થતા કામગીરી અટકી પડી હતી. આમોદ વોર્ડ-1-3, જંબુસર વોર્ડ-1 અને અંકલેશ્વર ન. પાલિકામાં વોર્ડ નં-1 અને 3માં ભાજપની આખી પેનલનો વિજય થયો છે. જ્યારે ભરૂચમાં વોર્ડ-1 અને 2માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. જ્યારે અંકલેશ્વર નગરપાલિકા ભાજપે 36માંથી 19 સીટ પર વિજય મેળવ્યો છે. જ્યારે ભાજપના સુપડા સાફ કરવાની ચેલેન્જ કરનાર ધારાસભ્ય છોટુ વસાવાના પુત્રની હાર થઈ છે અને રાજપારડી જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર 2000 મતે જીત્યા છે.
2021નું મતદાન
ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જિલ્લા-9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાઓનું મતદાન પુરું થઇ ગયું છે. જેમાં જિલ્લા પંચાયતમાં 64.55 ટકા, 9 તાલુકાઓમાં 64.29 ટકા અને 4 નગરપાલિકાઓમાં 51.71 ટકા મતદાન થયું છે. જિલ્લાની 9 તાલુકા પંચાયતો પૈકી નેત્રંગ તાલુકા પંચાયતમાં સૌથી વધુ 76.16 ટકા જ્યારે ભરૂચ તાલુકા પંચાયતમાં સૌથી ઓછું 56.67 ટકા મતદાન થયું છે.
501 ઉમેદવારોનું ભાવિનો ફેંસલો થશે
4 નગરપાલિકાઓના આંકડા જોઇએ તો સૌથી વધુ આમોદમાં 70.94 ટકા અને સૌથી ઓછું અંક્લેશ્વરમાં 53.81 ટકા મતદાન નોંધાયું છે. જયારરાજપીપલા શહેરના 37 સહિત નર્મદા જિલ્લાના 634 મતદાન મથકોએ સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી ઉત્સાહભેર મતદાન યોજાયું. જિલ્લાની 140 બેઠકો માટે જિલ્લના કુલ- 4,44,326 મતદારો તેમના મતાધિકારના ઉપયોગથી 501 ઉમેદવારોનું ભાવિ ઘડવા મક્કમ હતા. પરંતુ નગરપાલિકાનીમાં 74 ટકા મતદાન અને જિલ્લા પંચાયત માટે 68 ટકા મતદાન યોજાયુ છે.
ચૂંટણીનું મતદાન ઉત્સાહપૂર્ણ થયું
ભરૂચ શહેર જિલ્લામાં આજે રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન ઉત્સાહપુર્ણ થયું હતું. ભરૂચ જિલ્લા પંચાયતની 33 બેઠકો માટે કુલ 5.83 લાખ મતદારો એટલે કે 64.55 ટકા લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે 9 તાલુકામાં 182 બેઠકો માટે 5.96 લાખ મતદારો એટલ કે 64.29 ટકા અને 4 નગરપાલિકામાં 132 બેઠકો માટે 1.36 લાખ મતદારોએ એટલે કે 51.71 ટકાએ મતદાન કર્યું છે. જે ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતની ચૂંટણીમાં મતદાનની ટકાવરી ઘટી હતી.
2015નું રિઝલ્ટ
2015માં ભરૂચ નગરપાલિકામાં 108 બેઠકમાંથી 63 બેઠક પર ભાજપ અને 36 બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી. જિલ્લા પંચાયતમાં 34 બેઠકમાંથી 12 બેઠક પર ભાજપ અને 13 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. જ્યારે તાલુકા પંચાયતમાં 178 બેઠકમાંથી 83 પર ભાજપ અને 57 પર કોંગ્રેસે જીત મેળવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.