ચીમકી:ભરૂચ નગરપાલિકા દ્વારા ખાડા પૂરો અભિયાન હાથ ધરાયુ, શહેરમાં પડેલા ખાડાઓ યથાવત હોવાનો કોંગ્રેસનો મત

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જંબુસર બાયપાસ ચોકડીથી કંથારિયા સુધીના માર્ગ ઉપર મસમોટા ખાડા
  • વહેલી તકે પેચવર્ક નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની કોંગ્રેસની ચીમકી

ભરુચ શહેરના વિવિધ માર્ગો પર કોંગ્રેસ દ્વારા ખાડા મહોત્સવ બાદ નગરપાલિકા દ્વારા ખાડા પૂરો અભિયાન હાથ ધરાયુ હતું. જોકે, આ અભિયાનનો ફિયાસ્કો થયો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

જન આશીર્વાદ હેઠળ ભરુચના પ્રભારી મંત્રી પુર્ણેશ મોદી ભરુચ શહેરમાં આવી પહોંચ્યાં હતા અને તેઓએ ભરૂચમાં 80 ટકા ખાડાઓનું પુરાણ થયું હોવાનું નિવેદન કર્યું હતું. જે બાદ ભરૂચમાં રાજકારણ ગરમાયુ હતું. કોંગ્રેસ દ્વારા ખાડા મહોત્સવ યોજી પાંચબત્તી ખાતે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ નગરપાલિકા દ્વારા ખાડા પૂરો અભિયાન હાથ ધર્યું છે. જોકે, કોંગ્રેસ દ્વારા આ ખાડા પૂરો અભિયાનનો ફિસાયકો થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. તંત્ર દ્વારા પેચવર્કની કામગીરી વહેલી પૂર્ણ કરવામાં નહિં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારમાં આવી છે.

ભરૂચના માર્ગો પર ખાડાઓ હજી પણ યથાવત હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડીથી કંથારિયા ગામ સુધીના માર્ગ ઉપર મસમોટા ખાડાઓને પગલે સ્થાનિકો અને વાહન ચાલકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. ખખડધજ માર્ગને કારણે વાહન ચાલકો વાહનોના મેઇન્ટેનન્સને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની સાથે સાથે વાહનોના મેન્ટેનન્સનો માર પણ વાહન ચાલકો વેઠી રહ્યા છે, ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા પેચવર્કની કામગીરી પૂર્ણ નહિ કરવામાં આવે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો બીજી તરફ ભરૂચ નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ ખાડાઓની પેચવર્કની કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...