દંડ:ભરૂચ પાલિકાએ છ મહિનામાં 84 લાખ વ્યવસાય વેરો વસુલ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ પાલિકા હદ વિસ્તારમાં આવતી દુકાનો, વ્યાપારી સંસ્થાઓ, હોટલો, પ્રાઇવેટ બેંકો, પ્રાઇવેટ સ્કુલો, કલાસીસ, કેબલ ઓપરેટર, વીમા એજન્ટો, આર્કિટેક તથા એન્જીનીયર, કન્સલ્ટન્ટો, એકાઉન્ટન્ટો, આંગડીયા પેઢી વિગેરે ધંધા ધારકોના વેરા વસુલાતની કામગીરી પાલિકામાં ચાલી રહી છે. નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરાની જુલાઈ મહિનાથી 14 મી સપ્ટેમ્બર સુધી 84 લાખના વેરાની વસુલાત કરી લેવામાં આવી છે.જ્યારે બાકી વેરા ધારકોને સુચના આપવામાં આવે છે.

તેઓએ એમનો બાકી પડતો વ્યવસાય વેરો 30મી સુધીમાં નગરપાલિકાની કચેરી,વ્યવસાય વેરા શાખામાં ભરવાનો રહેશે.સપ્ટેમ્બર માસ બાદ વ્યવસાય વેરો ભરનારને વાર્ષિક 18 ટકા લેખે તથા માસિક 1.5 ટકા લેખે પેનલ્ટી સાથે વ્યવસાય વેરો ભરવાનો રહેશે. જે સંસ્થામાં પગારદાર કર્મચારીઓનો માસિક વ્યવસાય વેરો ભરવાનો રહેશે.આ અંગે પાલિકાના મુખ્ય અધિકારી જણાવ્યું હતું કે,બાકી વેરા ધારકો વેરો ભરવામાં ચૂક કરશે તો જે તે સંસ્થાના માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...