તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફળ અભિગમ:ભરૂચ નગર પાલિકાએ પ્લાસ્ટિકના છુટાછવાયા કચરાના નિકાલ માટે નવતર અભિગમ અપનાવ્યો

ભરૂચ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 100 જેટલા રેગ પીકર્સ એટલે કે કચરો વીણનારાઓની પસંદગી કરી
 • સરકાર તરફથી રેગ પીકર્સને પ્રોત્સાહક રકમ અપાશે

ભરૂચ શહેરમાં કચરાપેટીની બહાર પડેલી પ્લાસ્ટિકની થેલીઓ આરોગતી ગાયમાતાઓના દ્રશ્યો પ્રકાશમાં આવ્યા હતા. ભરૂચ નગર પાલિકાએ પ્લાસ્ટિકના છુટાછવાયા પડી રહેતાં કચરાના નિકાલ માટે નવતર અભિગમ અપનાવ્યો છે.

નગરપાલિકાના નવા અભિગમથી અસરકારક અને સકારાત્મક પરિણામ મળ્યું

ભરૂચ શહેરના 11 વોર્ડમાં કચરાના નિકાલ માટે કચરાપેટીઓ મુકવામાં આવી છે. આ કચરાપેટીઓમાં લોકો દ્વારા કચરો નાખવામાં આવે છે તે સારી બાબત છે. પણ કચરાપેટીમાં નાખવામાં આવતાં કચરામાં મોટાભાગે પ્લાસ્ટિકની થેલીઓ વધારે હોય છે. કચરાપેટીઓ ખુલ્લી હોવાથી તેમાં ગાય અને શ્વાન જેવા પ્રાણીઓ કચરો ફેંદી નાખતા હોય છે. પરિણામે કચરાપેટીની આસપાસ વધારે કચરો જોવા મળે છે. આ પ્લાસ્ટિકનો કચરો ગાયમાતા આરોગતી હોય છે. ગૌમાતાના આરોગ્ય સામે થઇ રહેલાં ખીલવાડ સામે ભરૂચ નગરપાલિકાના નવા અભિગમથી અસરકારક અને સકારાત્મક પરિણામ મળ્યું છે.

પ્લાસ્ટિકના કચરાનો નિકાલ થશે અને રેગ પીકર્સને રોજગારી મળશે

ભરૂચ નગરપાલિકાએ છુટાછવાયા પડી રહેલાં પ્લાસ્ટિકના કચરાનું એકત્રિકરણ કરી તેનું રીસાયકલીંગ અથવા વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે એજન્સીની નિમણુંક કરી છે. આ ઉપરાંત આ કચરો ઉપાડવા માટે 100 જેટલા રેગ પીકર્સ એટલે કે કચરો વીણનારાઓની પસંદગી કરી છે. એજન્સી આ લોકો પાસેથી કચરાની ખરીદી કરશે અને બીજી તરફ સરકાર તરફથી આ રેગ પીકર્સને પ્રોત્સાહક રકમ અપાશે. આમ શહેરમાંથી પ્લાસ્ટિકના કચરાનો નિકાલ પણ થશે અને રેગ પીકર્સને રોજગારી પણ મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો