પડતર પ્રશ્નનો મામલો:ભરૂચ નગપાલિકાના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉતર્યા, અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કરશે

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય નગર પાલિકા કર્મચારી મહામંડળ અને અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મંડળના નેજા હેઠળ આપવામાં આવેલ અચોક્કસ મુદ્દતની હડતાળમાં ભરૂચ નગપાલિકાના કર્મચારીઓ જોડાયા હતા.

છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્ય નગર પાલિકા કર્મચારી મહામંડળ અને અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મંડળ દ્વારા વખતોવખત વિવિધ પડતર માંગણીઓ જેવી કે પેન્શન,આઉટ સોર્સિંગના કર્મીઓને કાયમી કરવા,નવી ભરતી પ્રક્રિયા,મહેકમનો પ્રશ્ન સહિત 20 જેટલી માંગણીઓ મુદ્દે સરકારમાં રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ સરકાર દ્વારા પડતર માંગણીઓનું કોઈપણ જાતનું નિરાકરણ નહી કરવામાં આવતા ગુજરાત રાજ્ય નગર પાલિકા કર્મચારી મહામંડળ અને અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મંડળ દ્વારા તારીખ-15મી ઓક્ટોબરથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે. જેમાં ગુજરાતની 157 નગર પાલિકાના તમામ કર્મચારીઓ જોડાયા છે.

ભરૂચ નગર પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓએ અચોક્કસ મુદ્દતની હડતાળને ટેકો આપી તેઓ પણ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે. 15મીથી 17મી સુધી પેન ડાઉન,18મી ઓક્ટોબરે પાણી પુરવઠો બંધ કરવા,19મીએ સ્ટ્રીટ લાઈટ બંધ કરવા,20મીએ સફાઈ સહિતના કામો તેમજ 21મી ઓક્ટોબરના રોજ તમામ કામગીરી બંધ કરવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...