તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ભરૂચ:મકતમપુરમાંથી મળેલા મૃતદેહ મામલે ખુલાસો, પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી આત્મહત્યા કર્યાનું સામે આવ્યું

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતદેહ અંગેની સ્થાનિકોએ જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
  • સેફાયર એપાર્ટમેન્ટ નજીકથી મળેલા મૃતદેહ પર ઈજાના નિશાન મળ્યા હતા
  • અનૈતિક સંબંધમાં પ્રેમીએ ચપ્પુ દાતરડાની પ્રેમિકાની હત્યા કર્યાનું સામે આવ્યું

મકતપુર વિસ્તારમાં આવેલા સેફાયર એપાર્ટમેન્ટ નજીક અવાવરૂ જગ્યાએથી મહિલા અને પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ નજીકથી ચપ્પુ પણ મળી આવ્યું છે. સાથે પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા અને પુરૂષના શરીર પર ગંભીર ઈજાના નિશાન મળી આવ્યાં હતા. ભરૂચ સી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરતાં સમગ્ર હત્યા અનૈતિક સંબંધોના કારણે થઈ હોવાનું સામે આવ્યું હતું. પ્રેમીએ પ્રેમિકાની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હોવાનું ખુલ્યું છે.

સ્થાનિકોએ પોલીસને જાણ કરેલી
મક્તમપુરના સેફાયર એપાર્ટમેન્ટ નજીક પુરુષ અને મહિલાનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં આ બનાવ ડબલ મર્ડર નહિ પરંતુ પ્રેમિકાની હત્યા બાદ આત્મહત્યાનો હોવાનું બહાર આવ્યું હતું. અનૈતિક પ્રેમ સંબંધોને અંજામ ન મળતા પ્રેમી તુલસી સોલંકીએ પરણિત પ્રેમિકા અલકા રાઠોડની હત્યા કરી આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.પ્રેમિકાની હત્યા કરવા માટે પ્રેમી તુલસીએ સવારે ચપ્પુ અને દાતરડાની ખરીદી કરી હતી. જેમાં મૃતદેહ નજીકથી ચપ્પુ મળી આવ્યું હતું.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો