સુષ્મા સ્વરાજ એવોર્ડથી સન્માન:ભરૂચ મહિલા મોરચા દ્વારા વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન અંતર્ગત ભરૂચ શહેરમાં આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ભરૂચ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માનિત કરતો કાર્યક્રમ યોજાયો હતો.

અમદાવાદના પૂર્વ મેયર અને ભરૂચના મહિલા મોરચાના પ્રભારી મીનાક્ષીબેન પટેલ તેમજ વડોદરાના સિદ્ધિબેન જોશીના હસ્તે જિલ્લાનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્ય અને જિલ્લાનું નામ રોશન કરનાર મહિલાઓ અને બાળકીઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. જેમાં પાયલોટ ઉર્વશી દુબે, સંગીતકાર જાનવી મીઠાઈવાલા, પૂજાબેન ચોકસી, નેશનલ શૂટર ખુશી ચુડાસમા, જ્હાનવીબેન ભટ્ટ, પ્રીયાંશીબા ચૌહાણ, સહીતની મહિલાઓનું સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, ફતેસિંગ ગોહિલ, મહિલા મોરચાના કામીનીબેન પંચાલ અને મહિલા કાર્યકરો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...