ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના કોસમડી અને રાજપીપળા ચોકડી પાસેથી ચોરીના સ્ટેઇનલેસ સ્ટીલના સામાન સાથે પાંચ ઈસમોને કુલ રૂપિયા 8 લાખ 50 હજારના મુદ્દામાલ સાથે 3 દિવસમાં ઝડપી લીધા છે.
ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે વાગરાના ગેલન્ડા ગામે ત્રિમૂર્તિ ફેબ્રિકેટર્સ કંપનીમાંથી ગત 7 જૂને ચોરીના ગુનામાં સંડોવાયેલા બે ઈસમો અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ નોરિસ કંપનીની બાજુમાં નહેર પાસે ફરી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
કોસમડી ગામમાં રહેતા આકાશ ઉર્ફે કાલુ વસાવા અને મોહિત પાલે અન્ય 3 મિત્રો ગોરીયા, દાદુ, બીપલા સાથે મળી કંપનીના કમ્પાઉન્ડમાંથી રૂપિયા 3.87 લાખનો એસ.એસનો સામાન ચોરી કર્યો હતો. જે સામાન ડ્રાઈવર હરેશ ચૌહાણ સાથે પીક અપ વાન મારફતે અંકલેશ્વરના ભંગારિયા મોન્ટુ પાસવાનને મોકલવામાં આવ્યો હતો. તેણે આ બીજા ભંગારના વેપારી દિનેશ જૈનને વેચી દેતા તેને અંકલેશ્વર જીઆઇડીસીની જાનવી મેટલના સુરેશ જૈનને સામાન વેચી માર્યો હતો. જેના ગોડાઉનમાંથી ચોરીનો માલ, 5 મોબાઈલ અને પીક અપ વાન મળી રૂપિયા 8 લાખ 50 હજારના મુદ્દામાલ સાથે 5 આરોપીની ધરપકડ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.