વિદેશી દારૂની હેરાફેરી:ભરૂચ LCB પોલીસે રાજપારડી વિસ્તારમાંથી 1.80 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે રાજપારડી વિસ્તારના માલજીપરા કેનાલ રોડ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. ત્રણ બુટલેગરો ફરાર થઇ જતા વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપારડી વિસ્તારના માલજીપરા કેનાલ રોડ ઉપરથી વિદેશી દારૂની હેરાફેરી થવાની છે જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન ત્રણ શંકાસ્પદ મોટર સાયકલ આવતા પોલીસે અટકાવી હતી. પોલીસની તપાસને પગલે ત્રણેય ચાલકો મોટર સાયકલ સ્થળ પર મૂકીને જ ફરાર થઇ ગયા હતા. પોલીસે સ્થળ પરથી પ્લાસ્ટિકના કોથળામાં રહેલી વિદેશી દારૂની 105 નંગ બોટલ, ત્રણ મોટર સાયકલ મળી કુલ રૂ. 1.80 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...