તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશી દારૂ:ભરુચ LCB પોલીસે કંથારીયા ગામ નજીક જંબુસર માર્ગ પરથી ટ્રકમાં લઈ જવતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રકની કેબિન પાછળ ચોરખાનામાં સંતાડેલા રૂ. 12.48 લાખના દારૂ સાથે કુલ રૂ. 24.98 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

ભરુચ એલસીબી પોલીસે કંથારીયા ગામ નજીક જંબુસર માર્ગ પરથી ટ્રકની કેબિન પાછળ ચોરખાનામાં સંતાડેલો રૂ. 12.48 લાખનો વિદેશી દારૂ મળી કુલ રૂ. 24.98 લાખનો મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.

સુરત તરફથી બંધ બોડીની ટ્રક( નંબર-RJ-14-GK-8524)માં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરી જંબુસર માર્ગ પરથી પસાર થવાનો છે જેવી બાતમીના આધારે ભરુચ એલસીબી પોલીસ મથક્નો સ્ટાફ કંથારીયા ગામ નજીક જંબુસર માર્ગ ઉપર કંથારીયા ગામ નજીક વોચ પર હતો તે દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી અને ટ્રકની કેબિન પાછળ પાર્ટીશન કરી બનાવવામાં આવેલ મોટા ચોરખાનામાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 3120 નંગ બોટલ મળી આવી હતી.

પોલીસે રૂ. 12.48 લાખનો દારૂ અને મોબાઈલ ફોન તેમજ ટ્રક મળી કુલ રૂ. 24.98 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે હરિયાણાના ખેરીસરફલીમાં રહેતા અમરસિંહ જાગીરસિંહ રંધાવા,શેરસિંહ નિરંજનસિંહ સરોઈને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...