તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ ઝડપાયો:દારૂની હેરા ફેરીનો નવો કીમિયો, ભરૂચ એલસીબી પોલીસે આઇસર ટેમ્પોમાં ચોરખાનું બનાવી લઇ જવાતો રૂ.2.61 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

ભરૂચ12 દિવસ પહેલા
  • વડદલા પાટિયા પાસેથી પોલીસે દારૂ સહિત કુલ 5.62 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ એલસીબી પોલીસે વડદલા પાટિયા નજીકથી આઇસર ટ્રકમાં ચોર ખાનામાં છુપાવી લઈ જવાતા વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બે ઈસમોને રૂપિયા 2.61 લાખના દારૂ સહિત રૂપિયા 5.62 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ વડદલા પાટિયા નજીક વોચ ગોઠવી ઊભો હતો. તે દરમિયાન બાતમીના આધારે આઇસર ટ્રક નંબર-એમ.એચ.48.જી.4214 આવતા પોલીસે તેને અટકાવ્યો હતો. અને તપાસ કરતાં ટ્રકમાં બનાવેલ ચોર ખાનામાં સંતાડેલ વિદેશી દારૂની 1938 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે રૂપિયા 2.61 લાખનો દારૂ અને ત્રણ લાખની ટ્રક તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 5.62 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે મહારાષ્ટ્રના નંદુરબારના ઉમરદા ગામમાં રહેતા દિપક મેઘવાલ અને રાકેશ મેઘવાલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો