વિદેશી દારૂ:ભરુચ એલસીબી પોલીસે જંબુસરના અણખી ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રુ. 11.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે સ્થળ પરથી બે બુટલેગરને ઝડપી પાડ્યા, જ્યારે મુખ્ય બુટલેગર સહિત ત્રણ ઇસમો ફરાર

કોરોનાકાળમાં પણ બુટલેગરો થમવાનું નામ નથી લેતાં. આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ છાસવારે પોલીના હાથે લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. જ્યારે આજે ભરુચ એલસીબી પોલીસે જંબુસરના અણખી ગામની સીમમાંથી છ લાખના વિદેશી દારૂના જથ્થો મળી કુલ 11.45 લાખના મુદ્દામાલ સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા છે. જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ બુટલેગરો ફરાર થઈ જતાં તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.

જંબુસર તાલુકાનાં અણખી ગામમાં રહેતો બુટલેગર વિક્રમ ખુમાનસિંગ ઠાકોર ગામની સીમમાં પોતાના ખેતરમાં પોતાના મળતીયાઓ સાથે મોટાપાયે વિદેશી દારૂનું કટિંગ કરી રહ્યો છે. એવી બાતમીના આધારે ભરુચ એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા.

પોલીસે રેડ કરીને સ્થળ પરથી વિદેશી દારૂની 4464 નંગ બોટલ કબ્જે કરી હતી. પોલીસે વિદેશી દારૂ અને મોબાઈલ ફોન તેમજ ટેમ્પો મળી કુલ 11.45 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મંજુલા ગામમાં રહેતા બુટલેગર ભરત છોટું ઠાકોર અને બંકટ શંકર નિતલેને ઝડપી પાડ્યો હતો. જ્યારે મુખ્ય બુટલેગર વિક્રમ ઠાકોર તેમજ ટેમ્પો ચાલક સહિત ત્રણ બુટલેગરો ફરાર થઈ ગયા હતા. પોલીસે તેમના વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...