તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભરૂચ LCB પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો

ભરૂચ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાત હજારથી વધુના મુદ્દામાલ સાથે એક બુટલેગર ઝડપાયો, એક ફરાર

કોરોના મહામારીમાં પણ બુટલેગરો થમવાનું નામ નથી લેતા. એક તરફ દેશ મહામારીથી ઝઝૂમી રહ્યો છે, તો બીજી તરફ બુટલેગરો બેફામ બન્યા છે. ભરુચ એલસીબી પોલીસે જયોતિનગર સ્થિત આઇનોક્ષ સિનેમા પાછળ વૈકુંઠ બંગલોઝ સોસાયટી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો છે. જ્યારે અન્ય એક બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે.

પોલીસને બાતમી મળી હતી કે, ઝાડેશ્વરના તુલસીધામ સ્થિત શ્રી નગર સોસાયટીમાં રહેતો બુટલેગર ઋષભ શ્યામુ વસાવા જયોતિનગર સ્થિત આઇનોક્ષ સિનેમા પાછળ વૈકુંઠ બંગલોઝ સોસાયટી નજીક વિદેશી દારૂનું વેચાણ કરે છે. બાતમીના આધારે ભરુચ એલસીબી પોલીસે બાતમી વાળી જ્ગ્યાએ દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી વિદેશી દારૂની છ નંગ બોટલ અને રોકડા રૂપિયા તેમજ મોબાઈલ ફોન મળી કુલ સાત હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે બુટલેગરને ઝડપી પાડી વિદેશી દારૂ અંગે પૂછપરછ કરતાં તે અંકલેશ્વરના બુટલેગર મહેશ વસાવા પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યુ હતું.

હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં બુટલેગરો પણ દારૂની હેરાફેરી માટે અવનવા કિમીયા અજમાવે છે અને પોલીસનું ચેકીંગ પણ વધુ ચુસ્ત હોવાથી સમયાંતરે બુટલેગરો પોલીસના હાથે ઝડપાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો