વિદેશી દારૂ પકડાયો:ભરૂચ એલસીબી પોલીસે અમરદીપ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે બુટલેગરને ઝડપી પાડ્યો

ભરૂચ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફલશ્રુતિ નગર પાસે આવેલ પે એન્ડ પાર્કિંગમાં કારમાંથી 62 હજારનો દારૂ પકડાયો
  • સેન્ટ્રો કારમાંથી વિદેશી દારૂની 246 નંગ બોટલ મળી આવી

ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે ફલશ્રુતિ નગર પાસે આવેલ અમરદીપ કોમ્પ્લેક્ષ એસોસિએશનના પે એન્ડ પાર્કિંગમાં દરોડા પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી સેન્ટ્રો કાર નંબર-જી.જે.16.એ.એ.9501માં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 246 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 62 હજારનો દારૂ તેમજ એક ફોન અને કાર મળી કુલ રૂપિયા 1.72 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમાં પોલીસે રહીયાદ ગામના રહાડ ઘંટી ફળિયામાં રહેતા ઈમરાન મહમદ પટેલને ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...