તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Bharuch LCB Nabs Two ISMOs With A Truck Full Of Foreign Liquor From The Parking Lot Of A Family Hotel On Ankleshwar National Highway

દારૂ ઝડપાયો:ભરુચ એલસીબીએ અંકલેશ્વર નેશનલ હાઇવે પરની પરિવાર હોટલના પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 20.98 લાખનો દારૂ, ટ્રક મળી કુલ 29 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • વિદેશી દારૂ મંગાવનાર કાપોદ્રાના બુટલેગર સહિત મધ્ય પ્રદેશના બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા

અંકલેશ્વરના ને.હા 48 પર ની પરિવાર હોટલ કમ્પાઉન્ડ માંથી 20 લાખ રૂપિયા ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો હતો. કુખ્યાત બુટલેગર ઈદ્રીશ ખાં ઉર્ફે ભૈયો શેખ એ મધ્યપ્રદેશ થી ઈંગ્લીશ દારૂનો જથ્થો રાજેન્દ્ર નામ નો ઈસમ પાસે થી મંગાવ્યો હતો. ટ્રક લઇ આવેલ ચાલાક અને ક્લીનર ની પોલીસે ધરપકડ કરી હતી. 494 બોક્સ માં રહેલ 20.98 લાખનો દારૂ અને 8 લાખની ટ્રક મળી કુલ 29. લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ભરૂચ એલસીબી પોલીસ મથકના પી.એસ.આઈ વાય. જી. ગઢવી અને પી.એસ. આઈ બરંડા દ્વારા હે.કો. જયેન્દ્રભાઈ ને મળેલ ચોક્કસ બાતમી આધારે અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર પર પાનોલી જીઆઇડીસી નજીક નવજીવન હોટલ પાસે આવેલ પરિવાર હોટલ ખાતે દરોડા પાડ્યા હતા ત્યાં કમ્પાઉન્ડ માં માહિતી આધારિત ટ્રક મળી આવતા પોલીસે ટ્રક નું સર્ચ કરતા અંદર ઈંગ્લીશ દારૂનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો. જે આધારે પોલીસે મધ્યપ્રદેશ ના ટ્રક ચાલાક ધર્મેન્દ્રસિંહ તોમર અને ક્લીનર પ્રિતેશ કેવટની ધરપકડ કરી હતી. અને ટ્રક માં રહેલ 494 બોક્સ માં અલગ અલગ બ્રાન્ડનો ઈંગ્લીશ દારૂનો જથ્થો કિંમત રૂપિયા 20.98 લાખ તેમજ 8 લાખ રૂપિયા ની ટ્રક અને મોબાઈલ મળી કુલ 29.લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

તેમજ ચાલક ની પૂછપરછ કરતા તેને આ ટ્રક રાજેન્દ્ર નામના ઈસમ આપી હતી અને ટ્રક અંકલેશ્વર ની પરિવાર હોટલ ખાતે કમ્પાઉન્ડ માં પાર્ક કરી તને સંપર્ક કરવાનો હતો જેની પ્રાથમિક તપાસમાં આ ઈંગ્લીશ દારૂનો જથ્થો અંકલેશ્વર પ્રતીક્ષા રેસિડન્સી નવજીવન હોટલ ખાતે રહેતા ઈદ્રીશ ખાં ઉર્ફે ભૈયો શેખ મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું જે આધારે પોલીસે કુખ્યાત બુટલેગર ઈદ્રીશ ખાં ઉર્ફે ભૈયો શેખ એ મધ્ય પ્રદેશ થી ઈંગ્લીશ દારૂનો મોકલનાર રાજેન્દ્રને વોન્ટેડ જાહેર કર્યા હતા તેમજ આ અંગે પોલીસે મથકે ફરિયાદ નોંધાવી તાલુકા પોલીસ ના હવાલે કર્યા હતા.

ટ્રકની તાડપત્રી ખોલી જોતાં વિદેશી દારૂનો વિપુલ જથ્થો મળ્યો
અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ પરિવાર હોટલના પાર્કિંગમાં ઉભેલ ટ્રક નંબર-એમ.પી.09.એચ.એફ.9507 વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જેવી બાતમીના આધારે ભરુચ એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે ટ્રકની તાડપત્રી ખોલી જોતાં તેમાંથી વિદેશી દારૂનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો.

ધર્મેદ્રસિંહ દેવસિંહ તોમર અને પ્રિતેશ રાધેશ્યામ કેવટને ઝડપી પાડ્યો
પોલીસે 15840 નંગ વિદેશી દારૂ અને બે મોબાઈલ ફોન તેમજ ટ્રક મળી કુલ 29 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે મધ્ય પ્રદેશના મંડીવાડામાં રહેતા ટ્રક ચાલક ધર્મેદ્રસિંહ દેવસિંહ તોમર અને પ્રિતેશ રાધેશ્યામ કેવટને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર કાપોદ્રાની પ્રતિષ્ઠા રેસિડેન્સીમાં રહેતા મુખ્ય બુટલેગર ઇદ્ર્રિશખા મન્નુખ શેખ સહિત અન્ય મધ્ય પ્રદેશના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...