તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ શહેરમાં સંકલ્પ ફાઉન્ડેશન અને બોટ સ્કુલના સહયોગથી ભરૂચ શહેરના બે અને અન્ય શહેરના 3 યુવાનો સાથે ભારતમાં સૌ પ્રથમ વખતે નર્મદા નદીમાં અમરકંટકથી ભાડભૂત નર્મદા સંગમ સુધીની 1300 કિમીની કાઈકિંગ સાહસિક અભિયાનનું આયોજન કરાયુ છે.આગામી 20 ફેબ્રુઆરીના દિવસે જીતેન્દ્ર પટેલ - ભરૂચ (65 વર્ષ), દેવાંગ ખારોડ -વડોદરા (51 વર્ષ), વિજય સોની- (48 વર્ષ),બીપીન આર્કમેન -બીલીમોરા (48 વર્ષ), પારસ ત્રિવેદી (48 વર્ષ ) આ સાહસિકોમાં નર્મદા નદીના ઉદગમસ્થળ અમરકંટકથી કાઈકિંગ ( સિંગલ સીટર બોટમાં જાતે હલેસા મારી થતું બોટીંગ) ની શરૂઆત કરનાર છે.
તેઓ રોજના 30 થી 35 કિલોમીટરનું અંતર કાપીને અંદાજિત 26 માર્ચના ભરૂચના ભાડભૂત નર્મદા સંગમ સ્થાને આવી પહોચશે છે. સાહસિક અભિયાન વિષે માહિતી આપતા કાઈકર જીતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,આ સાહસયાત્રાનો મુખ્ય ઉદેશ હાલના યુવાનો મોબાઈલ યુગમાંથી બહાર આવીને સાહસિક તરફ આગળ આવવા માટેનો છે.ભરૂચ તરફથી આયોજન કરાતું હોવાથી જિલ્લા અને રાજ્ય માટે ગૌરવ લેવાની વાત છે.
કાઇકીંગ દરમિયાન સભ્યો રાત્રી રોકાણ દરમિયાન ત્યાંના સ્થાનિક લોકોને મળીને સ્વછતા અને શિક્ષણ અંગે પણ મેસેજ પણ આપશે.આ ચારેય સાહસિકોને મુસાફરી દરમિયાન અનેક અવરોધો જેવા કે સાંકડો પથ,જંગલો,પહાડો,જળાશયના જંગલી જનાવરોનો સામનો કરવો પડી શકે હોવાનું જણાવ્યું હતું.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.