તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર સજ્જ:ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયાને લઇ ભરૂચનું તંત્ર સજ્જ

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • જિલ્લા પંચાયતની 34 બેઠક, 4 નગરપાલિકાની 132 અને 9 તાલુકાની 182 બેઠક પર ખરાખરીનો જંગ

ભરૂચમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા પાલિકાઓની ચૂંટણી માટે સોમવારે જાહેરનામુ બહાર પાડવામાં આવશે. જાહેરનામુ બહાર પડયાં બાદ જિલ્લા પંચાયતની 34 બેઠકો, જિલ્લાની 4 નગરપાલિકાની 132 બેઠકો તેમજ 9 તાલુકા પંચાયતની 182 બેઠકો માટે ઉમેદવારો તેમના ઉમેદવારીપત્રો ભરી શકશે. ઉમેેદવારીપત્રો ભરવાની કામગીરી માટે અધિકારીઓ-કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. ઉપરાંત જરૂરી તાલીમ પણ આપવામાં આવી છે.

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી જંગના મંડાણ થશે. જિલ્લા પંચાયતની 34 બેઠકો, ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, આમોદ નગરપાલિકાની 132 બેઠકો તેમજ 9 તાલુકા પંચાયતની 182 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આગામી 8મી ફેબ્રુઆરીએ સોમવારે ચૂંટણી માટેનું જાહેરનામુ બહાર પાડવામાં આવશે.

જાહેરનામું બહાર પડયાં બાદ ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થશે. જે બાદ 13મી ફેબ્રુઆરી સુધી ઉમેદવારો તેમના ઉમેદવારીપત્રો ભરી શકશે. જ્યારે 16મી ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો તેમના ઉમેદવારોની યાદી ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા દિવસના એક-બે દિવસ પહેલાં જાહેર કરે તેવી શકયતા છે. સોમવારે જાહેરનામુ બહાર પડી ગયાં બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગનો સત્તાવાર રીતે પ્રારંભ થશે.

ચૂંટણીની તમામ તૈયારીઓ કરી દીધી છે
ભરૂચમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે સોમવારે જાહેરનામુ બહાર પડાશે. ઉમેદવારીપત્રો ભરવાની કામગીરી સરળતાથી થઇ શકે તે માટે તમામ પગલાં ભરાયાં છે.તેના માટે અધિકારીઓ તથા કર્મીઓને ચૂંટણીલક્ષી જરૂરી તાલીમ અપાઇ છે. ચૂંટણીઓ માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.- ડો. એમ. ડી. મોડિયા, કલેકટર,ભરૂચ
પંચાયતોની ચૂંટણી માટેના ફોર્મ કયાં કયાં ભરાશે

તાલુકા પંચાયતની ચૂંટણી માટેના ઉમેદવારીપત્રો જે તે તાલુકાની મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયતની કચેરી ખાતે ભરી શકાશે. જિલ્લા પંચાયતની બેઠકો માટેના ઉમેદવારીપત્રો પણ જે તે તાલુકામાં મામલતદાર કે તાલુકા પંચાયતની કચેરીમાં સ્વીકારાશે. ભરૂચ તાલુકા પંચાયત અને ભરૂચ તાલુકાની જિ.પં.ની બેઠકો માટેના ઉમેદવારીપત્રો જિલ્લા પંચાયત કચેરી અને તાલુકા પંચાયત કચેરીમાં ભરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો