કાર્યવાહી:વડવા ગામે નીલગાયનો શિકાર કરતા 5 શખસોને ભરૂચ વનવિભાગે પકડ્યા

ભરૂચ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12 બોરની બંદૂક, ચપ્પું, છરો, જીપ,મોટરસાયકલ સહિત એક ટ્રેક્ટર પણ કબ્જે કર્યું
  • ઝડપાયેલા ઈસમો વિરુદ્ધ વન્યપ્રાણી અધિનિયમ મુજબ કાર્યવાહી કરાશે : વન વિભાગ

ભરૂચ જિલ્લામાં શીકારી ગેંગ દ્વારા નીલગાય જેવા પ્રાણીઓનો સતત શિકાર કરવામાં આવતો હોવાની ફરીયાદ ઉઠી હતી.જે અંગે ભરૂચ જિલ્લા વન વિભાગની ટીમ સતત રાત્રી પેટ્રોલીંગ કરીને વડવા શિકારી ગેંગના 5 ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી એક બંદૂક સહીત વહાનો અને હથિયારો કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકાના વડવા ગામના વિસ્તારમાં શિકારીઓ દ્વારા નીલગાય (રોઝ) નો શિકાર મોટી સંખ્યામાં કરાતો હોવાની ફરિયાદો ઉઠી હતી.

આ અંગે મળેલી માહિતી અંગે મદદનીશ વન સંરક્ષક પેટા વન વિભાગ ભરૂચના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભરૂચ નોર્મલ તથા સામાજિક વનીકરણના સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી શિકારીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.ત્યારે ટીમના સભ્યોને મળેલી માહીતીના આધારે ભરૂચ તાલુકાના વડવા ગામમાં રેડ કરતા આરોપી ઇનાયત ઉમરજી પટેલ,અશરફ ઇનાયત પટેલ, મુબારક હૈદર મન્સૂરી,સાદિક ઈસ્માઈલ દિવાન,આરીફ મોહમ્મદ પટેલ દ્વારા નીલ ગાય શિકાર કરવામાં આવેલો હોવાનું માલુમ પડતા તેમની સામે ગુનો નોંધી વન્યપ્રાણી અધિનિયમ 1972 મુજબની કાર્યવાહી કરી હતી.

તેમની પાસે ગુના કામે ઉપયોગમાં લીધેલો સાધન ચપ્પું બે નંગ,એક છરો,એક બારબોરની બંદૂક,મોટરસાયકલ નંગ- બે,જીપ ગાડી બે,એક ટ્રેક્ટર કબ્જે કર્યું છે.નીલગાયના શિકાર કરેલા અવશેષો ચામડું,માથું, હોજરી,મટન વગેરે કબ્જે કરીને આગળની તપાસની કામગીરી ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...