તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:ભરૂચના ચૂંટણી અધિકારી,મ્યુનિસિપલ કમિશનર અને નગરપાલિકા પ્રમુખને હાઈકોર્ટનું તેડું

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખ બનવા માટે જાતિના પ્રમાણપત્રમાં સુધારો કરાયો હોવાના આક્ષેપો
  • નગરપાલિકા પ્રમુખની ચૂંટણીને પડકારતી પિટિશન દાખલ થઇ હતી

ભરૂચ નગરપાલિકાના પ્રમુખે જાતિના પ્રમાણપત્રમાં સુધારો કરી ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કર્યું હોવાના આક્ષેપમાં સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચતાં ભરૂચ કલેકટર ચૂંટણી અધિકારી અને રાજ્ય મ્યુનિસિપલ કમિશનર સહિત પાલિકાના પ્રમુખને 7મી સપ્ટેમ્બરે હાઇકોર્ટમાં હાજર થવા ફરમાન થયું હોવાની માહિતી સાંપડી રહી છે. ભરૂચ પાલિકાના પ્રમુખ પદ ઉપરની બેઠક અનુસૂચિત જાતિની હોય અને અનુસૂચિત જાતિના ચૂંટાયેલા ઉમેદવાર પ્રમુખ માટે દાવેદારી કરી શકતા હોય છે.

પરંતુ ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પ્રમુખપદની ચૂંટણીમાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપ સાથે નગરપાલિકાના પ્રમુખ અમિત શિવલાલ ચાવડાના જાતિના પ્રમાણપત્રમાં છબરડો થયો હોવાના આક્ષેપ થયા હતા. ફરિયાદી દિનેશ ખુમાણે પાલિકાના પ્રમુખ બનવા માટે અમિત ચાવડાએ જાતિના પ્રમાણપત્રમાં હિન્દુ દરજીનું હિન્દુ માયાવંશી કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા. આ પ્રકરણ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યું છે જોકે દિનેશ ખુમાણે પાલિકા પ્રમુખ પદની ચૂંટણીને પડકારતી પિટિશન નામદાર હાઇકોર્ટમાં દાખલ કરી હતી.

જે અંગે નામદાર હાઇકોર્ટમાં બોર્ડ પર ચલાવાઇ હતી. જેમાં નામદાર હાઈકોર્ટે પણ સમગ્ર પ્રકરણમાં ભરૂચના ચૂંટણી અધિકારી, ગુજરાત મ્યુનિસિપલ ગાંધીનગર કમિશનર, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત શિવલાલ ચાવડાનાઓને 7 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરેલા ઓરીજનલ જાતિનું પ્રમાણપત્ર લઇ હાજર થવા અંગેની નોટીસ ફરમાન કર્યું છે.ફરિયાદી તરીકે ધારાશાસ્ત્રી યતીન ઓઝા અને કૃતાર્થ દેસાઈ હાજર રહ્યા હતા અને ધારદાર દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...