સિદ્ધિ:ભરૂચના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર PHD થયાં, હવે 2 લાખ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરિત કરશે

ભરૂચ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 10 હજાર દીકરીઓના વાલીઓને ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરાવવા કાઉન્સેલિંગ કરશે

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં માર્ચ 2017થી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સંગીતા મિસ્ત્રી કે જેમણે સદા સરકારની સન્માનનીય છબી ઉભી કરી છે તથા હંમેશા પ્રેરણાદાયી કાર્યો કર્યા છે.તેમણે ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ પરીક્ષાઓ,કલા ઉત્સવ, પરીક્ષામાં વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ, રકતદાન, Post Covid -19 unit Test Home to home Review , વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન સાથે સંપર્ક,ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને શિક્ષણ સહાયક ભરતી,રાષ્ટ્રીય કાર્યક્રમો, ચૂંટણી, એન.એસ.એસ,એક ઝાડ એક બાળ વૃક્ષારોપણ અભિયાન, શ્રેષ્ઠ શિક્ષક શ્રેષ્ઠ શાળા પસંદગી સમિતિના સભ્ય,એન.સી.સી.,ઈકો કલબ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, તાલીમો,સ્ટડી મટીરીયલ, ઓનલાઇન ઓરિએન્ટેશન કાર્યક્રમો તથા શિક્ષણને લગતી તમામ બાબતોમાં નવીનીકરણ લાવીને ભરૂચ જિલ્લાના શિક્ષણને અલગ દિશા આપી છે.

હાલમાં કોલેજ ઓફ એજ્યુકેશન ખરોડના એસોસીએટ પ્રોફેસર ડો પ્રવીણચંદ્ર માસ્તરના માર્ગદર્શન હેઠળ DEVELOPMENT AND COMPARISON OF EFFECTIVENESS OF CAILL PACKAGE AND CASLL PACKAGE IN ENGLISH AT PRIMARY LEVEL વિષય પર મહાશોધનિબંધ રજીસ્ટર કર્યો હતો.જેને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા સ્વીકારી તેમને પીએચડીની ઉચ્ચતમ ડિગ્રી એનાયત કરવામાં આવી છે. તેમણે તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં બાજીપુરા (કમાલછોડ) ગામને ગૌરવાન્વિત કર્યુ છે.આ તબક્કે મા નર્મદા નદીની સાક્ષીએ સંગીતા મિસ્ત્રીએ શપથ લીધી છે કે,તેઓ બે (2) લાખ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ લેવા માટે પ્રેરિત કરશે.

10,000 વાલીઓને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ કાઉન્સેલિંગ કરશે.બને એટલા માનવીઓને સદવાંચન તરફ પ્રેરશે.શિક્ષણના અધિકારી તરીકે ઉચ્ચ શિક્ષણ મેળવવા પ્રવર્તમાન શિક્ષકોને માર્ગદર્શન આપશે. જેથી શિક્ષકો શૈક્ષણિક અને વ્યવસાયિક કારકિર્દીમાં અપગ્રેડેશન લાવી શકે. જિલ્લામાં વિદ્યાર્થી, વાલી, આચાર્ય, અને શિક્ષકો માટે ઊર્જાના સ્ત્રોત તરીકે બહોળી પ્રસિદ્ધિ મેળવતાં શિક્ષણના જીવ સંગીતા મિસ્ત્રી હવે કાયદાનો અભ્યાસ કરવા માંગે છે.