જનસેવા સાથે ગૌસેવા:ભરૂચના તબીબે જન્મદિવસ નિમિતે ગૌપૂજન કર્યું, કોરોના કાળમાં લોકોની જિંદગી બચાવવા મળેલી ફરજ બદલ કુદરતનો આભાર માન્યો

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તબીબ દ્વારા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામા આવી

ભરૂચમાં કોરોના મહામારીમાં કેટલાય લોકોના જીવ બચાવનાર તબીબે ગોમાતાનું પૂજન કરી જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી. કુદરત આવી જ રીતે તેમને અન્ય લોકોના દુઃખ અને દર્દ દૂર કરવાની સેવામાં સફળતા આપતા રહે તેવી આ કોરોના વોરિયર્સએ કામના સેવી હતી.

ભરૂચના જાણીતા તબીબ ડો. કેતન દોશીએ પાંજરાપોળ ખાતે ગૌપૂજા કરી પોતાના જન્મદિનની ઉજવણી કરી હતી. ભરૂચની જીવન જ્યોત હોસ્પિટલના જાણીતા ડોકટર કેતનભાઇ દોશીએ પોતાના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેઓએ ભરૂચ પાંજરાપોળ ખાતે ગાય માતાની પુજા-અર્ચના અને આરતી સાથે ઘાસચારો ખવડાવી જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બીપીનભાઈ ભટ્ટ, મહેન્દ્ર ભાઈ કંસારા અને કૌશિકભાઇ જોશી સહિત હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

કોરોનાકાળમાં તબીબને ભગવાન તુલ્ય ગણાવાયા હતા. ભરૂચના તબીબનો પણ કોરોનામાંથી સ્વસ્થ થયેલા દર્દીઓ અને તેમના પરિવારજનોએ આભાર માન્યો હતો ત્યારે આજે પોતાના જન્મદિવસે ડો. કેતન દોશીએ કોરોનાકાળમાં કુદરતે લોકોની સેવા બજાવવાની કુદરતે આપેલી ફરજ બદલ ધન્ય ભાવ વ્યક્ત કર્યો હતો. તેઓ દર્દીઓની સેવામાં કાર્યરત રહી તેમની તકલીફો દૂર કરતા રહે અને જીવ બચાવવામાં કૃપા વરસાવતા રહે તેવી અભ્યર્થના સાથે 33 કોટી દેવી-દેવતા જેનામાં બિરાજમાન છે તેવી ગાય માતાનું પૂજન અર્ચન કર્યું હતું. અને પાંજરાપોળમાં પોતાના હોસ્પિટલના સ્ટાફ સહિતનાની હાજરીમાં પોતાનો જન્મદિવસ ગોમાતાની સેવા પૂજા કરી મનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...