પોલીસ બેડામાં બદલીઓનો દોર:ભરૂચ જિલ્લાના 5 PIની બદલી, બહારના 3 આવ્યાં, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ

ભરૂચ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી પહેલાં પોલીસ બેડામાં બદલીઓનો દોર શરૂ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. જેના ભાગરૂપે સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં બદલીઓનો દોર શરૂ કરી દીધો છે. દરમિયાન આજે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા પ્રાથમિક તબક્કે કુલ 55 પીઆઇની બદલી કરી છે જેમાં ભરૂચમાંથી 5 ઇસ્પેક્ટરોની અન્ય જિલ્લામાં જ્યારે અન્ય જિલ્લામાંથી 3 પીઆઇની ભરૂચ ખાતે બદલી કરવામાં આવી છે.

વિધાનસભાની ચૂંટણી આગામી બે-ત્રણ મહિનામાં જ આવી જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે . ત્યારેે દરવખતની જેમ ચૂંટણી પહેલાં જ વિવિધ વિભાગોમાં બદલીનો દોર શરૂ થઇ ગયો છે. ગુરૂવાર રાજ્યનના પોલીસ વિભાગે રાજ્યભરના 55 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓનો હૂકમ કર્યો છે. જેમાં ભરૂચ જિલ્લાના પણ 5 ઇન્સ્પેક્ટરોનો સમાવેશ થયો છે. જે પૈકી એલસીબી પીઆઇ કે.ડી. મંડોરાની નવસારી, એ.કે. ભરવાડની વડોદરા ગ્રામ્યમાં, બી.એમ. રાઠવાની પંચમહાલ જિલ્લામા, પી.એચ. વસાવાની છોટાઉદેપુર અને એ. બી. ચૌધરીની અરવલ્લી જિલ્લામાં બદલી થઇ છે.

જ્યારે અન્ય જિલ્લામાંથી ભરૂચમાં 3 પીઆઇઓને નિમણૂંક થઇ છે. જેમાં સૂરત શહેરમાંથી બી.એમ. પાટીદાર, વે.રે. વડોદરામાંથી યુ.બી. બારોટ તેમજ અમદાવાદ ગ્રામ્યમાંથી એચ.બી. ગોહિલને ભરૂચમાં મુકવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...