તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:મોંઘવારીના મુદ્દે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, મહિલાઓએ જાહેરમાં ચૂલા ઉપર ચા બનાવી

ભરૂચ23 દિવસ પહેલા
મહિલાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો
  • મહિલાઓએ પાંચબત્તી ખાતે જાહેરમાં ચુલા પર ચા બનાવી વિરોધ નોંધાવ્યો

દેશમાં વધી રહેલ મોંઘવારીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો યોજવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા જાહેરમાં ચૂલા ઉપર ચા બનાવી અનોખી રીતે વિરોધ નોંધાવામાં આવ્યો હતો.

દિન પ્રતિદિન પેટ્રોલ ડીઝલના ભાવોમાં વધારો થઇ રહ્યો છે અને તેનું અસર દરેક ક્ષેત્રમાં પડી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવોમાં વધારો થતા મોંઘવારીમાં પણ વધારો થયો છે. જેના ઉપર કેન્દ્ર સરકાર અનુક્ષ રાખવા માટે નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિના મહિલા મોરચા દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

કોંગ્રેસ સમિતિની મહિલાઓ દ્વારા પાંચબત્તી ખાતે જાહેરમાં ચૂલા ઉપર ચા બનાવવામાં આવી હતી અને મહિલાઓ દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો કે હવે દેશની મહિલાઓએ ચુલા પર જ જમવાનું બનાવવાનો વારો આવશે.

અન્ય સમાચારો પણ છે...