તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફલાઇન શિક્ષણ શરૂ:ભરૂચ જિલ્લાની ધો. 6થી 8ના ઓફલાઈન વર્ગો આજથી શરુ, બાળકોની ચિચિયારીથી ક્લાસરૂમ ગુંજી ઉઠ્યા

ભરૂચ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ શૈક્ષણિક કાર્ય શરુ

સમગ્ર રાજ્યમાં ધો. 6થી 8ના ઓફલાઈન વર્ગો આજતી શરુ કરવામાં આવ્યા છે. રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા કરયેલી જાહેરાત બાદ આજથી જિલ્લાની વિવિધ શાળાઓ બાળકોની ચિચિયારીઓથી ગુંજી ઉઠી હતી. કોરોનાના કારણે શાળાઓ બાળકોના કલરવથી વંચિત હતી અને ઓફલાઈન લ શિક્ષણ ઠપ્પ થયું હતું.

રાજ્ય સરકાર દ્વારા ધો. 9થી 12ના ઓફલાઈન વર્ગો શરુ કરાયા બાદ ધો. 6થી 8ના વર્ગો શરુ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આજથી સમગ્ર રાજ્યમાં શાળાઓ શરુ કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર, વાલિયા સહિતના વિસ્તારોમાં શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરુ કરવામાં આવ્યું હતું. ધો. 6થી 8ના વર્ગો મરજિયાત શરુ કરવામાં આવ્યા છે. ઓનલાઈન શિક્ષણ તો શરુ જ રહેશે અને જે બાળકોના વાલીઓએ પરવાનગી આપી હશે તેઓના બાળકોએ શાળામાં જવાની શરૂઆત કરી હતી.

શાળાઓમાં પણ સોશિયલ ડિસ્ટનસ તેમજ અન્ય ગૈઅદ લાઈન મુજબ શૈક્ષણિક કાર્ય શરુ કરવામાં આવ્યું હતું. બાળકોએ પણ ખુશી વ્યક્ત કરી હતી કે લાંબા સમય બાદ ક્લાસ રૂમ તેમજ પોતાના મિત્રોને મળવાથી તેઓ આનંદિત થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...