તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રાવણીયો જુગાર:ભરુચ જિલ્લા પોલીસે અલગ અલગ ચાર સ્થળોએ દરોડા પાડી જુગારધામ ઝડપી પાડ્યું

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 12 જુગારીયાઓને ઝડપી લીધા, આઠ ફરાર

ભરુચ જિલ્લા પોલીસે અલગ અલગ ચાર સ્થળોએથી જુગાર રમતા 12 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા જ્યારે આઠ જુગારીયાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

રાજપારડી પોલીસ મથકનો સ્ટાફ મથકનો સ્ટાફ સાત-આઠ નિમિત્તે પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમીના આધારે વઢવાણા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 20 હજાર અને ત્રણ બાઇક તેમજ ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂ. 91 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જુગાર રમતા સરસદ ગામના છેલ્લા ફળિયામાં રહેતા જુગારી મહેશ વસાવા, સૂકલ વસાવા, વનરાજસિંહ ઘરિયા,વિજય વસાવા અને મહેશ વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે બે જુગારિયા ફરાર થઈ ગયા હતા.

નેત્રંગ પોલીસે ટાંકી ફળિયામાં મહાકાળી માતાજી મંદિર પાસે ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 11 હજાર અને ત્રણ ફોન મળી કુલ 22 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે નેત્રંગના જીન બજારના સુથાર ફળિયામાં રહેતા જુગારી ધના વસાવા, આકાશ વસાવા, સંદીપ રાજપૂતને ઝડપી પાડ્યો હતો જ્યારે બે જુગારી ફરાર થઈ ગયા હતા.

અંકલેશ્વર શહેર પોલીસે અંદાડા ગામના રિક્ષા સ્ટેન્ડ પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં ખરી ફળિયામાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા મળી કુલ 4 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને અંબિકા નગર સોસાયટીમાં રહેતા રાકેશ પટેલને ઝડપી પાડ્યો હતો જ્યારે ચાર જુગારિયા ફરાર થઈ ગયા હતા, જ્યારે પંચાટી બજારમાં આવેલ પાંજરાપોળના ગ્રાઉન્ડ ખાતે ચાલતા જુગારધામ પર દરોડા પાડી સ્થળ પરથી રોકડા રૂપિયા મળી કુલ રૂ. 18 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જુગાર રમતા ત્રણ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...