પોલીસની સરાહનીય કામગીરી:ભરૂચ જિલ્લા પોલીસે એ ડીવીઝન પોલીસ મથક ખાતે સિનિયર સીટીઝનો માટે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું

ભરૂચ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ભરૂચ એ ડીવીઝન પોલીસ મથક ખાતે સિનિયર સીટીઝનો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસે સુરક્ષા સેતુ દ્વારા સમયાન્તરે મહિલાઓ માટે સ્વબચાવ તાલીમ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સિનિયર સિટીઝન નાગરિકો માટેના મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પનો જિલ્લા પોલીસ વડા વડા ડો.લીના પાટીલના હસ્તે રીબીંગ કટિંગ થકી મેડીકલ ચેકઅપ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં હેલ્થ ચેકઅપ,બ્લડ સેમ્પલ અને સુગર,બ્લડ પ્રેસર સહીતનું નિદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નિષ્ણાંત ડોકટરોએ સેવા આપી હતી. આ કેમ્પમાં ડી.વાય.એસ.પી.એમ.એમ.ગાંગુલી,સી.કે.પટેલ,આર.આર.સરવૈયા તેમજ એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. પી.આર.વાઘેલા,બી ડીવીઝન પોલીસ મથકના પી..આઈ.એસ.ડી.ફૂલતરીયા તેમજ પોલીસ અધિકારી અને સ્ટાફ અને સિનિયર સિટીઝન નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...