ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે ગઈકાલે મંગળવારે 20 પોલીસ કર્મચારીઓને હેડ ક્વાટર્સને હવાલે કરી દીધાના ગણતરીના સમયમાં 11 પી.એસ.આઈ.ની આંતરિક બદલીઓ કરી હતી. જેના પગલે પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. જેમાં કર્મચારીઓ હવે કોનો વારો આવશે તેવા વિચારમાં પડી ગયા છે.
ભરૂચ જિલ્લા પોલીસમાં મહત્વની જગ્યાઓ પર અડિંગો જમાવી ફરજ બજાવતા પોલીસકર્મીઓ અને અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ સાંભળ્યા બાદ ડો. લીના પાટીલે દારૂ–જુગાર સહિતની બદીઓ ઉપર સંપૂર્ણ નિયંત્રણને પ્રાથમિકતા આપી હતી. પ્રારંભિક તબક્કે મોટાપાયે દરોડાઓની કાર્યવાહી બાદ હવે એસપીએ વહીવટમાં જાહેરહિતમાં બદલીઓનો દોર હાથ ધર્યો છે.
છેલ્લા બે દિવસથી મહત્વની જગ્યાઓ ઉપર ફરજ બજાવતા પોલીસકર્મીઓની બદલીઓ કરવામાં આવી રહી છે. ગઈકાલે મંગળવારે વધુ એક યાદીમાં 11 પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે. જેમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ત્રણ PSIનો સમાવેશ થાય છે. હવે પોલીસ બેડામાં ત્રીજો ઓર્ડર નીકળે તો તેમાં કોના નામ બદલી માટે લિસ્ટમાં રહેશે તેવો છૂપો ગણગણાટ શરૂ થયાની ચર્ચાએ જોર પકડ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.