તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Bharuch District Panchayat General Meeting Was Held Today In Which A Surplus Budget Of Rs. 20.51 Crore Was Unanimously Approved.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટને મંજૂરી:ભરૂચ જિલ્લા પંચાયતની આજરોજ સામાન્ય સભા મળી, જેમાં રૂપિયા 20.51 કરોડના પુરાંતવાળા બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી

ભરૂચ2 મહિનો પહેલા
 • જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આ બજેટ રજૂ કરવામાં આવ્યું
 • જિલ્લા પંચાયતમાં ભાજપે 22 વર્ષ બાદ પૂર્ણ બહુમતી સાથે સત્તા હાંસલ કરી

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભરૂચ જિલ્લા પંચાયતમાં ભાજપે 22 વર્ષ બાદ પૂર્ણ બહુમતી સાથે સત્તા હાંસલ કરી છે. જેમાં ભરૂચ જિલ્લા પંચાયતની આજરોજ સામાન્ય સભા મળી હતી. તેમાં રૂપિયા 20.51 કરોડના પુરાંતવાળા બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે.

બજેટમાં રૂપિયા 491.67 કરોડની આવક સામે 207.31 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો

ચૂંટણી બાદ આજરોજ પ્રથમ સામાન્ય સભા મળી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલની અધ્યક્ષતામાં મળેલ સામાન્ય સભામાં ઉપપ્રમુખ ભરત પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી.વી.લટા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સામાનયા સભામાં વર્ષ 2021-22ના રૂપિયા 20.51 કરોડની પુરાંતવાળા બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. બજેટમાં રૂપિયા 491.67 કરોડની આવક સામે 207.31 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આ બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાનો સત્તાપક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો