તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શબેબરાત પર્વની ઉજણી:ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે શબેબરાત પર્વની ઉજણી કરી

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના મહામારી દુનિયામાંથી જલ્દી ખતમ થવા દુવાઓ ગુજારી

ભરૂચ જિલ્લામાં મુસ્લિમ સમાજના પવિત્ર પર્વ શબેબરાતની રવિવારના રોજ સાદગી પૂર્વક ઉજવણી કરાઈ હતી.શબેબરાત પ્રસંગે ભરૂચ જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી મસ્જિદો તથા દરગાહોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી.જોકે સમગ્ર જિલ્લામાં હાલમાં કોરોના મહામારીના વધી રહેલા કેસોને ધ્યાનમાં લેતા જિલ્લાના મુસ્લીમ બિરાદરોએ સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને સોશ્યલ ડિસ્ટન્સ સાથે પર્વની ઉજવણી કરી હતી.

શબેબરાત પર્વ મુખ્યત્વે આ ફાની દુનિયાને અલવિદા કરી જતા રહેલા મર્હુમો માટે વિશેષ મહત્વ ધરાવતું પર્વ હોય મુસ્લિમ બિરાદરો પોતાના સ્વજનોને ખીરાજેઅકીદત પેશ કરીખાસ યાદ કરવામાં આવે છે. મુસ્લિમ બિરાદરોએ કોરોના જેવી મહામારી બિમારીથી આપણા દેશ અને દુનિયાની રક્ષા થાય ,કોમી ભાઈચારો જળવાઈ રહે અને આપણો દેશ ખુબજ પ્રગતિ કરે તેવી અલ્લાહ ત્આલા પાસે દુઆ માંગવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો