રાષ્ટ્રીય એવોર્ડ:ભરૂચ ડીસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિયશનને 'બેસ્ટ લોકલ મેનેજમેન્ટ એસોસિયશન'ને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો

ભરૂચ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશના કેપિટલ દિલ્હી ખાતે યોજાયેલા ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ કનવેંશનને ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધાનકડ, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી, ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, નીતિ આયોગના અમિતાભ કાંત સહિત હોન્ડા, વિપ્રો સહિત અનેક મહાનુભાવો એ સંબોધન કર્યું હતું અને દેશની પ્રગતિ નો રોડ મેપ પ્રસ્તુત કર્યો હતો.

આ બે દિવસીય અધિવેશનમાં ભરૂચ ડીસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિયશનને બેસ્ટ લોકલ મેનેજમેન્ટ , મોસ્ટ ઇમ્પ્રુવડ એસિયેશન વર્ષ 2020-21 તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડ G 20 ના શેરપા અને પૂર્વ સીઇઓ,નીતિ આયોગ અમિતાભ કાંતે BDMA નાં પ્રમુખ હરીશ જોષી અને ઉપ પ્રમુખ દેવાંગ ઠાકોરને દિલ્હી ખાતે હોટલ તાજ પેલેસ ખાતે યોજાયેલ અધિવેશન માં એનાયત કરાયો હતો. BDMA દ્વારા મેનેજમેન્ટ તજજ્ઞો નું જ્ઞાન વધારવા શ્રેણીબદ્ધ કાર્યક્રમોની હારમાળા યોજી રહ્યું છે. કુલ 12 જેટલા વિવિધ ફોર થકી 1000 કરતા વઘુ પ્રોફેશનલ એચ.આર, એહસ, CSR, ફાયનાન્સ , વુમન , CEO, બિઝનેસ એકલ્લેન્સ, એમએસએમઇ, સ્ટુડન્ટ્સ સહિત વિવિધ ફોરદે સક્રિય છે. દેશ ના વિવિધ વિસ્તારોમાં સ્થપાયેલ મેનેજમેન્ટ એસોસિયેન પૈકી ભરૂચ મેનેજમેન્ટ એસોસિયશને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે આ ભરૂચ માટે ગૌરવની બાબત છે. આગામી જાન્યુઆરી 23 માં મોટા પાયે નેશનલ મેનેજમેન્ટ કંવેંશન યોજવાનું આયોજન થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...