મેઘરાજા મહેરબાન થયા:ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં મૌસમનો 80 ટકા વરસાદ વરસ્યો, પાછલા 9 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે જુલાઈ મહિના સુધીમાં માત્ર 34 ટકા જ વરસાદ વરસ્યો હતો
  • રાત્રી દરમિયાન વાગરામાં બે ઇંચ અને ભરૂચમાં એક ઇંચ વરસાદ

ભરૂચ જિલ્લામાં જુલાઈ મહિનામાં મૌસમનો 80 ટકા વરસાદ વરસી ગયો હતો. જેથી પાછલા 9 વર્ષનો રેકોર્ડ બ્રેક કરી દીધો છે. ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ આ વર્ષે સારૂ એવું હેત વરસાવ્યું છે. ભરૂચ જિલ્લામાં રાત્રે બેથી ચાર કલાકમાં જ વાગરામાં બે ઇંચ અને ભરૂચમાં એક ઇંચ વરસાજ વરસ્યો હતો.
જિલ્લામાં મેઘમહેર યથાવત્ત
ભરૂચ જિલ્લામાં પાછવા 9 વર્ષમાં જૂલાઈમાં આ વર્ષે વરસાદે રેકોર્ડ સર્જયો હતો. જિલ્લામાં જુલાઈ મહિનામાં મૌસમનો 80 ટકા વરસાદ વરસી ગયો હતો. આ દરમિયાન રાત્રી વેળા ભરૂચ જિલ્લામાં મેઘાનો મુકામ મંગળવારે પણ જારી રહ્યો હતો. માત્ર બે થી 4 કલાકમાં વાગરા તાલુકામાં 57 મિમી અને ભરૂચમાં 25 મિમી વરસાદ તૂટી પડતા નીચાણવાળા વિસ્તારો, ગરનાળા, રસ્તાઓ ઉપર જોત જોતામાં પાણી પાણી કરી દીધું હતું. અન્ય તાલુકામાં ઝઘડિયા, વાલિયા અને નેત્રંગમાં 14 મિમી, અંકલેશ્વર 9 મિમી, હાંસોટ 8 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે આમોદમાં 6 અને જંબુસરમાં 5 મિમી વરસાદ વરસ્યો હતો. ગત વર્ષે ભરૂચ જિલ્લામાં 27 જુલાઈ સુધી મૌસમનો સરેરાશ વરસાદ માત્ર 34 ટકા જ પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...