તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ થયાના ગણતરીના દિવસોમાં હવે ધો.9 અને 11ના વિદ્યાર્થીઓના વર્ગો શરૂ કરી દેવાય છે. સોમવારે ભરૂચ જિલ્લાની 374 શાળાઓમાં સેનેટાઇઝર અને માસ્ક લઇને વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા. ધો.9 અને 11ના 29 હજાર જેટલા વિદ્યાર્થીઓમાંથી 12,871 વિદ્યાર્થીઓએ સંમતિપત્ર જમા કરાવ્યા હતા. જે પૈકીના 98 ટકા એટલે કે 12,641 વિદ્યાર્થીઓ સોમવારે હાજર રહ્યા હતા. જોકે ટ્રાન્સપોર્ટેશનની અસુવિધાને કારણે કેટલાક વિદ્યાર્થીઓ અટવાયા હતા. કેટલીક શાળાઓએ પોતાના વાહનો દોડાવીને વિદ્યાર્થીઓને પહોંચાડ્યા હતા.
50 ટકાની ક્ષમતા સાથેના વાહનવ્યવહાર અંગે કેટલાક સંચાલકોએ નારાજગી વ્યક્ત કરી હતી. ઉપરાંત વાલીઓ પાસે વધારાની ફી ન ઉઘરાવવાને કારણે શાળાઓ પર વધુ આર્થિક બોજો પડશે. જોકે ખાનગી સ્કૂલ વ્હિકલમાં ક્ષમતા ઓછી થતા વાલીઓના માટે ભાડા વધારાનું ભારણ વધશે. વિદ્યાર્થીઓને સોમવારથી એક બેન્ચ પર બે વ્યક્તિને બેસવાની છુટ મળતા બેઠક વ્યવસ્થાનું મેનેજ કરવુ શાળાઓ માટે હળવુ થશે. 100 ટકા વિદ્યાર્થીઓની હાજરી થશે તો હાલની ગાઇડલાઇન મુજબની બેઠક વ્યવસ્થા કરવી મોટો પડકાર હશે.
વિદ્યાર્થીઓના પાસના આધારે બસની ટ્રીપમાં વધારો કરાશે
હવે ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ થતાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓના પાસ માટે એપ્લાય કરી રહ્યા છે. 10 અને 12ના વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરી હતી. પરંતુ હવે વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ આવશે તેથી પાસના આધારે બસોની સંખ્યા અને ટ્રીપમાં યોગ્ય વધારો કરાશે. - કલ્પેશ બારોટ, એસટી નિયામક, ભરૂચ ડિવિઝન
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.