તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:ભરૂચ ડીસ્ટ્રીકટ કો.ઓ. બેન્કની ચૂંટણીમાં સહકારી આગેવાન સંદીપ માંન્ગ્રોલાનું ફોર્મ રદ થતા વિરોધ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
  • દ્વેષભાવ રાખી ફોર્મ રદ કરાયું હોવાના આક્ષેપ

ભરૂચ ડીસ્ટ્રીકટ કો.ઓ. બેન્કની ચૂંટણી યોજાનાર છે ત્યારે તેમાં સહાકરી આગેવાન સંદીપ માંગરોલાએ પણ ઝંપલાવ્યું હતું પરંતુ ફોર્મ ચકાસણી દરમિયાન તેઓનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું હતું. જેનું સામે સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને આજે તેઓએ પોતાના સમર્થકો સાથે જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સત્તા પક્ષના ઈશારે અધિકારીઓ દ્વારા ચૂંટણીની ગોપનીયતા જાળવી નથી અને તેઓ સામે દ્વેષભાવ રાખીને આ ફોર્મ રદ કરવામાં આવ્યું છે. કલેકટર કચેરી ખાતે તેઓએ આવેદના પત્ર પાઠવ્યું હતું. જો કે તેઓના આવતા પૂર્વે જ કલેકટર કચેરી ખાતે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનવ ન બને તે માટેની તકેદારી રાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...