કાર્યકર્તાઓને માર્ગદર્શન:ચાણોદમાં ભરૂચ જિલ્લા ભાજપનો ત્રિ-દિવસિય પ્રશિક્ષણ વર્ગ સંપન્ન

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ જિલ્લાઓમાં કાર્યકર્તાઓ અને આગેવાનો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આયોજિત ભરૂચ જીલ્લાના અપેક્ષિત કાર્યકતૉઓનો ત્રિ-દિવસીય પ્રશિક્ષણ વર્ગ આનંદ ભવન, ભીમપોર ચાણોદ ખાતે કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપના કાર્યકરો અને આગેવાનોએ ત્રણ દિવસ સુધી આ વર્ગમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્રણ દિવસ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા-આગેવાનોએ માર્ગદર્શન પુરૂં પાડ્યું હતુ.

આ શિબિરમાં 15 જેટલાં સત્રો બોલાવી 15 નિષ્ણાંતોએ વિવિધ વિષયો ઉપર વક્તવ્ય આપ્યું હતું. જેમાં ભારતની રાજનીતિમાં આવેલા પરિવર્તનો સહિતના વિવિધ વિષયો ઉપર પ્રવચન થયા હતા. નાનુ વાનાણી, જનક બગદાણાવાલા, પ્રફુલ પાનસેરિયા, કેબિનેટ મત્રી કનુ દેસાઈ, પ્રથમ દિવસે સંગઠન મહામંત્રી રત્નાકરજી આવ્યા હતા. પ્રદિપસિંહ વાઘેલા એ માર્ગદર્શન આપ્યું હતું. વર્ગના પાલક ભરતસિંહ પરમાર, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો ઈશ્વર પટેલ, દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ, જિલ્લા મહામંત્રી દિવ્યેશ પટેલ, છત્રસિંહ મોરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...